આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટના કાગદડી નજીક માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને ઉલાળતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું. બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટો હતો.પ્રા વિગત મુજબ વાછકપર બેડી ગામે રહેતો અશોક બુટાભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૧)નો યુવક ગત રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી બાઈક લઈને નીકળી કાગડદી ચોકડી નજીક ચા પીવા જતો હતો ત્યારે કાગદડી પાટિયા પાસે પહોંચતા પાછળથી આવતા ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા કોઈએ ૧૦૮ને જાણ કરતા ગંભીર હાલતમાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક પશુપાલનનો વ્યવસાય કરતો હતો અને ચાર ભાઇમાં ત્રીજા નંબરે હતો. અકસ્માત સર્જી નાશી છૂટનાર ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
'રામાયણ'નું બે દિવસમાં 155 કરોડનું કલેક્શન, ધનતેરસ પર જાદુ બતાવ્યો
8 નવેમ્બરથી બેંકોમાં લાંબી રજા, ગુજરાતમાં બેંકો ક્યારે બંધ રહેશે? RBIએ હોલી-ડે લિસ્ટ જાહેર કર્યું
100 કરોડ ક્લબથી 1000 કરોડ સુધી: જુઓ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોનું લિસ્ટ
સમુદ્રના રસ્તેથી આતંકી હુમલાની તૈયારીમાં પાકિસ્તાન, ટેરરિસ્ટોને સ્કૂબા ડ્રાઈવિંગ આપી રહ્યું છે લશ્કર
હોટલ-હોસ્પિટલોમાં આધારકાર્ડની ફોટોકોપીની જરૂર નહીં; વેરિફિકેશન હવે એપથી થશે, જાણો વધુ વિગત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech