ગોંડલ યાર્ડ ખાતે અત્યાધુનિક સ્વચ્છતા મશીનનું લોકાર્પણ કરતા યુવા અગ્રણી ગણેશભાઈ
ગોંડલ યાર્ડ ખાતે અત્યાધુનિક સ્વચ્છતા મશીનનું લોકાર્પણ કરતા યુવા અગ્રણી ગણેશભાઈ
September 11, 2026 10:27 AM
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા માટે અત્યાધુનિક સ્વચ્છતા મશીનનું લોકાર્પણ યુવા અગ્રણી ગણેશભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ તથા યાર્ડમાં આવતા લોકો માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે તે માટે સતત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અત્યાધુનિક સ્વચ્છતા મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ મશીનના ઉપયોગથી યાર્ડ પરિસરમાં વધુ ઝડપી અને અસરકારક રીતે સફાઈ કામગીરી કરી શકાશે.આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે. અત્યાધુનિક મશીનના ઉપયોગથી સફાઈ કામગીરી વધુ ઝડપી, સરળ અને અસરકારક બનશે તેમજ યાર્ડનું પરિસર સતત સ્વચ્છ રાખવામાં મદદ મળશે.આ પ્રસંગે યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડિરેક્ટરશ્રીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.