પોરબંદરમાં વાગ્દતા પર બળાત્કારના ગુન્હામાં યુવાનને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા પડી છે.
આ ગુનાની હકીકત એવી છેકે વર્ષ ૨૦૧૯માં એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે મારે સંતાનમાં દીકરી અને દીકરો છે. જેમાં ભોગ બનનાર સગીર મોટી દીકરી છે જેની એ સમયે ત્રણેક માસ પહેલા તેમની જ્ઞાતિના મીતેષ ઉર્ફ ખાઇજાઉ રણછોડભાઇ ગોહેલ સાથે કરેલ હતી.
ગઇ તા. ૧૬-૧-૨૦૧૯ના રોજ બપોરના સમયે ફરીયાદીની ભોગ બનનાર દીકરીને તેના ફોનમાં ફોન આવેલ અને તેમા એક છોકરીએ જણાવેલ કે ‘તારી સગાઇ મિતેષ ઉર્ફે ખાઇજાઉ સાથે તોડી નાખ મારે તેની સાથે સંબંધ છે.’ તેમ વાત કરતા ફરીયાદીની દીકરીએ માતાને આ બાબતે વાત કરતા ફરીયાદીએ તેના જમાઇ મિતેષ ઉર્ફે ખાઇજાઉ તથા તેની માતાને વાતચીત કરવા સાંજના સમયે તેમના ઘરે બોલાવેલ હતા.
જેથી ફરીયાદી તથા ભોગ બનનાર તેમની દીકરી તથા દિકરો ત્રણેય જમીને બેઠા હતા તે વખતે મિતેષ ઉર્ફે ખાઇજાઉ તથા તેની માતા તથા મિતેષનો મિત્ર ધવલ ઉર્ફે ભોયુ તથા પડોશમાં રહેતી મનીષાબેન પ્રતાપભાઇ આવેલ.
અને બધા ઘરમાં બેસીને યુવતીના આવેલ ફોન બાબતે વાતચીત કરતા હતા. જેથી અમારે ઝગડો થવા લાગેલ અને ધવલ તથા મીતેષની માતા ફરીયાદીને તથા તેની દીકરીને ગાળો બોલવા લાગેલ અને ઝગડો કરવા લાગેલ આ વખતે ફરીયાદીના જમાઇ મિતેષે ફરીયાદીની દીકરીને કહેલ કે ‘તમારા કારણે અવારનવાર ઝગડો થાય છે. મારે તારી સાથે સગાઇ રાખવી નથી અને અમારા ઘરેણા પાછા આપી દેજો’ તેવું કહી આ લોકો જતા રહેલ.
ફરીયાદી તથા તેનો દીકરો , ફરીયાદીની બેનના ઘરે આ બનાવની વાત કરવા ગયેલ અને ત્યાંથી પરત ઘરે આવેલ તે વખતે ફરીયાદીને તેની દીકરીએ કહેલ કે ‘મિતેષ સાથે મારી સગાઇ તોડી નાખશે તેની બીકે મેં ફિનાઇલ પીધેલ છે.’
તેમ વાત કરતા ફરીયાદી તથા તેનોે દીકરો ભોગ બનનાર દિકરીને સરકારી દવાખાને લાવી સારવારમાં દાખલ કરેલ હતી અને ત્યાંથી તેણે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ બનાવનું કારણ એ જણાવ્યુ હતુ કે ફરીયાદીની ભોગ બનનાર દીકરીની સગાઇ ત્રણેક માસ પહેલા મિતેષ ઉર્ફે ખાઇજાઉ સાથે થયેલ હોય અને સગાઇ બાદ મિતેષ તથા ભોગ બનનાર જુનાગઢ, દીવ વગેરે જગ્યાએ એકલા ફરવા ગયેલ હોય અને આ મિતેષે ફરીયાદીની દીકરી સાથે તેની ઇચ્છા વિધ્ધ શરીર સંબંધ બાંધેલ હોય તેમ છતા સગાઇ તોડવાનું જણાવતા હોય જેથી પોતાની બદનામી થવાની બીકે મરી જવા માટે ભોગ બનનારે આ ફીનાઇલ પીધેલાનુ જણાવેલ હતુ.જે અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સીની કલમ તથા પોકસોએકટની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા તેમજ વીથ પ્રોસીકયુશન તરીકે એડવોકેટ ચેતનાબેન મોઢવાડીયા રોકાયેલા હતા. ઉપરોકત કામે સરકારી વકીલ દ્વારા ૩૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને કુલ ૧૭ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી મીતેશ ઉર્ફે ખાઇજાવ રણછોડભાઇ ગોહેલને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ ા. ૧૯,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech