BREAKING NEWS

જામનગર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં દિવાળીના તહેવારોમાં તેજીનો ઝળહળાટ

  • November 06, 2026 12:33 PM 

જામનગર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં દિવાળીના તહેવારોમાં તેજીનો ઝળહળાટ

શહેરનાં નામાંકિત શોરૂમો દ્વારા મોંઘવારીમાં ગ્રાહકોને પરવડે તે માટે અનેક ઓફરોની ભરમાર

ઇલેકટ્રોનીકસ શોરૂમમાં મોલ અને ઓનલાઇન કરતાં પણ સસ્તા ભાવ, ૭૦ ટકા સુધીના ફાયદા અને ઝીરો ડાઉન પેમેન્ટની ઓફર્સ, મોટી સંખ્યામાં ઇલેકટ્રીક ઉપકરણોનું એડવાન્સ બુકિંગ

પ્રકાશના મહાપર્વ દિવાળી અને ધનતેરસના શુભ દિવસોમાં ઘરને આધુનિક ઉપકરણોથી સજાવવા માટે જામનગરના ઇલેક્ટ્રોનિક્સ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. કાચા માલ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં ૭ થી ૧૫ ટકા સુધીનો ભાવવધારો નોંધાયો હોવા છતાં, શહેરના મુખ્ય અને પ્રતિષ્ઠિત શો-રૂમોમાં ખરીદીનો ઉત્સાહ જોરદાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે સ્થાનિક ડીલર્સે ઓનલાઇન કંપનીઓ અને શોપિંગ મોલ્સ કરતાં પણ વધુ આકર્ષક કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, ૧ વર્ષ સુધીનો ફ્રી વીમો, વોરંટી તેમજ ઝીરો ટકા વ્યાજદરે લોનની સુવિધાઓ રજૂ કરી છે. હાલ ૭૦ ટકાથી વધુ ગ્રાહકો મોંઘી ઘરવપરાશની વસ્તુઓ હપ્તા પર વસાવવાનું પસંદ કરી રહ્યા છે, જ્યારે ધનતેરસ અને દિવાળીએ ડિલિવરી મેળવવા માટે અગ્રણી સ્ટોર્સ પર ૧૫૦થી વધુ મોટા હોમ એપ્લાયન્સિસનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.

શહેરમાં છેલ્લા ૪૯ વર્ષની શાનદાર સફર પૂર્ણ કરનાર જાણીતા કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા દિવાળી પર્વે કામદાર વાડી ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભવ્ય ફેસ્ટિવલ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આજકાલ સાથેની વાતચીતમાં સંચાલકોએ જણાવ્યું હતું કે બજારમાં સરેરાશ ૧૨ થી ૧૫ ટકાનો ભાવવધારો હોવા છતાં છેલ્લા દિવસોમાં ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે અને ગત વર્ષ કરતાં ગ્રાહકોની ખરીદીમાં ૧૦ ટકાનો વધારો થયો છે. કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ૭૦ ટકા સુધીનો ફાયદો, માત્ર  રૂ.૯૯૯ ભરીને કોઈપણ આઇટમ ઘરે લઈ જવાની સગવડ, રૂ. ૨૬,૦૦૦ સુધીનું કેશબેક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરમાં રૂ. ૧૦,૦૦૦ સુધીનો ફાયદો અપાઈ રહ્યો છે. આ ઉપરાંત ફ્રિજની ખરીદી પર રૂ. ૧૦,૦૦૦ સુધી, વોશિંગ મશીન પર રૂ. ૬,૦૦૦ સુધીનું કેશબેક તેમજ સ્ક્રેચ કાર્ડ દ્વારા અનેકવિધ આકર્ષક ઇનામોની વણઝાર રાખવામાં આવી છે. આમ, ભાવવધારા વચ્ચે પણ સ્થાનિક વેપારીઓની ધમાકેદાર સ્કીમો, ભરોસો અને ઝીરો ડાઉન પેમેન્ટની સરળતાના પગલે જામનગરનું સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ બજાર રોશનીના પર્વે સોનાના મુહૂર્તમાં ઝળહળી ઊઠ્યું છે.

જામનગરમાં વર્ષ ૧૯૯૨થી કાર્યરત અને પટેલ કોલોની તેમજ શરૂ સેક્શન રોડ પર એલજી શો-રૂમ ધરાવતા મહાવીર ઇલેક્ટ્રોનિક્સમાં તહેવારો ટાણે ગ્રાહકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. સંચાલક અર્શભાઈ મહેતાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોના વર્ષો જૂના ભરોસાના પ્રતાપે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણમાં ૫૦ ટકાથી વધુનો જંગી વધારો જોવા મળી રહ્યો છે અને ૧૦૦થી વધુ ઉપકરણોનું એડવાન્સ બુકિંગ સંપન્ન થયું છે. અહીં મોલ અને ઓનલાઇન કરતાં પણ સસ્તા દરે વસ્તુઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેમાં ક્રેડિટ કાર્ડ પર ૨૬ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, ખાસ એક્સચેન્જ અને અપગ્રેડ ઓફર તેમજ શહેરમાં કોઈ ન આપતું હોય તેવો ૧ વર્ષનો વીમો અને વોરંટી આપવામાં આવી રહી છે. ગ્રાહકો ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, ડિશવોશર અને ઓવન જેવી તમામ પ્રોડક્ટ્સ ઝીરો ડાઉન પેમેન્ટ અને આકર્ષક ભેટો સાથે સરળતાથી વસાવી રહ્યા છે.

છેલ્લા ૪૦ વર્ષથી જામનગરવાસીઓના દિલમાં રાજ કરતા યુનાઇટેડ ઇલેક્ટ્રોનિક્સના પંચેશ્વર ટાવર તેમજ ખોડિયાર કોલોની મેર સમાજ પાસે આવેલી બ્રાન્ચમાં તહેવારો નિમિત્તે વેચાણમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. આજકાલ સાથેની વાતચીતમાં સંચાલક મોઇઝભાઈએ જણાવ્યું હતું કે હોમ એપ્લાયન્સિસમાં ૭ થી ૮ ટકા અને ઇલેક્ટ્રિક સગડી તેમજ મિક્સર ગ્રાઇન્ડરમાં ૫ ટકા સુધીનો ભાવવધારો હોવા છતાં આરઓ પ્લાન્ટ, ઇલેક્ટ્રિક સગડી, મોટા એલઇડી ટીવી અને એસીની ભારે માંગ છે. ધનતેરસ-દિવાળી માટે અહીં ૪૦થી વધુ ટીવી અને એસીનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. યુનાઇટેડ દ્વારા તહેવારો પર એસી પર રૂ. ૨,૫૦૦ થી ૩,૦૦૦ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, એલઇડી ટીવી પર રૂ. ૧,૫૦૦ થી ૪,૦૦૦ સુધીની છૂટ અને વોશિંગ મશીન એક્સચેન્જમાં રૂ. ૩ થી ૫ હજાર સુધીનું વળતર આપવામાં આવી રહ્યું છે. વિશેષમાં, રૂ. ૮ થી ૯ હજારના આરઓ પ્લાન્ટની ખરીદી પર બોશ કંપનીનું મિક્સર ગ્રાઇન્ડર ફ્રી તેમજ જૂની ઇલેક્ટ્રિક સગડી બદલાવીને નવી લેવા પર રૂ. ૧,૫૦૦ થી ૨,૦૦૦ સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાયું છે. અહીં ૭૦ ટકાથી વધુ ગ્રાહકો ઝીરો ડાઉન પેમેન્ટ અને ઝીરો ટકા વ્યાજ સાથે સરળ હપ્તા પદ્ધતિથી ખરીદી કરી રહ્યા છે.

શહેરમાં ઘણા વર્ષોથી મોબાઇલની દુનિયામાં ગ્રાહકોનો વિશ્ર્વાસ જીતી આગવું સ્થાન ધરાવતા યશ મોબાઇલમાં દિવાળીના તહેવારમાં ધમાકેદાર ઓફરો રાખવામાં આવી છે, આજકાલ સાથેની વાતચીતમાં યશ મોબાઇલવાળા રાજુભાઇએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધારો તો જોવા મળ્યો છે પરંતુ તહેવારોના દિવસોમાં ગ્રાહકોમાં ખરીદીનો જુસ્સો જોવા મળી રહ્યો છે. તેથી આ વર્ષે ૨૦ ટકા જેટલા વેંચાણમાં વધારો થયો છે.

યશ મોબાઇલમાં ૧૫૦૦૦ કે તેથી વધુના મોબાઇલની ખરીદી પર ચાંદીનો સિક્કો તેમજ ૩૦૦૦૦ કે તેથી વધુની ખરીદી પર ર ચાંદીના સિક્કા તેમજ એક લાખથી વધુની ખરીદી પર એક ચાંદીનો અને એક સોનાનો સિક્કો એ પણ આઇએસઆઇ માર્કાવાળા ગીફટ સ્વરૂપે આપવામાં આવશે. હાલ બજારમાં એપલ, સેમસંગ, ઓપો, વીવોની માંગ જોવા મળી રહી છે. તેમજ હાલ હપ્તે ખરીદી પર ગ્રાહકો માટે ખાસ ફાયનાન્સ કંપનીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો પ્રોસેસીંગ ચાર્જ, ઝીરો ડીબીટી ચાર્જ તેમજ સળંગ ચોવીસ હપ્તે કોઇપણ મોબાઇલ મળી રહેશે. છેલ્લા ૨૫ વર્ષથી ગ્રાહકોનો વિશ્ર્વાસ જીતી યશ મોબાઇલને ગત મહિનામાં સમગ્ર ગુજરાતમાં સેમસંગ દ્વારા સવા ત્રણ કરોડના વેપાર કરી ૭મો નંબર આપવામાં આવ્યો છે. 

જામનગરની મોબાઇલ માર્કેટમાં વષોથી ગ્રાહકનો ભરોસો, માર્કેટમાં રાજ કરતા પ્લસ પોઇન્ટ આ વર્ષે દિવાળીના તહેવારોમાં ધમાકેદાર ઓફરો સાથે ગ્રાહકોને મોંઘવારીમા પરવડે તેવા ભાવ સાથે મોબાઇલ વહેંચણી કરી રહ્યા છે, આજકાલ સાથેની વાતચીતમાં પ્લસ પોઇન્ટ વાળા રાજુભાઇએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૦ થી ૪૦ટકાનો ભાવ વધારો થયો છે તેમજ ૨૦ થી ૩૦ ટકા વહેંચાણમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે દિવાળીના ખાસ તહેવારોમાં ફાયનાન્સ કંપની પુનાવાલા તરફથી ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ આઇએફડીસીમાં પણ ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા તદઉપરાંત બજાર તરફથી એક હપ્તો ફ્રી એટલે કે રૂ. ૨૦૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે તદઉપરાંત કોઇપણ ઇલેકટ્રોનીક આઇટમની ખરીદી પર સ્ક્રેચ કાર્ડ મેળવી ડ્રોમાં સામેલ થઇ બાઇક અને કાર સહિતની અનેક ગીફટ મેળવી શકો છો, તદઉપરાંત કોઇપણ મોબાઇલની ખરીદી પર ૧૫ ટકા તેમજ કંપનીઓ તરફથી ગીફટ, તદઉપરાંત પ્લસ પોઇન્ટ તરફથી ૧૦ ગીફટ રાખવામાં આવી છે. હાલ માર્કેટમાં ઓપો, વીવો, સેમસંગ, રીયલ મી, ની માંગ ખુબ વધી રહી છે. તદઉપરાંત કાર્ડ અને ગુગલ-પે માંથી પેમેન્ટ કરવાથી ૧૦ ટકા સુધીનુ ડીસ્કાઉન્ટ મેળવી શકશો. તેમજ મોટોના જી-૩૪ પાવર મોબાઇલ જે ૨૦,૦૦૦ કિંમતનો છે તેની જગ્યાએ માત્ર ૧૫૦૦૦માં મેળવી શકશો. હાલ તમામ ઓફરો તા.૮ સુધી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application