BREAKING NEWS

જામનગર: કોટડાબાવીસી સીમમાં જુગારના અખાડામાંથી એક ડઝન ઝડપાયા

  • September 17, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કોટડાબાવીસી સીમમાં જુગારના અખાડામાંથી એક ડઝન ઝડપાયા

બે ફીલ્ડમાં પોલીસના દરોડા : કુલ ૭.૫૬ લાખનો મુદામાલ કબ્જે : જસાપરમાં ૬ પત્તાપ્રેમી ઝબ્બે 

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં આવેલી વાડીએ એક પટેલ શખ્સ જુગારનો અખાડો ચલાવતો હોવાની ચોકકસ બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને બે ફીલ્ડમાંથી ૧૨ શખ્સોને દબોચી લીધા હતા, રોકડ, મોબાઇલ, વાહન અને ગંજીપતા મળી ૭.૫૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે લાલપુરના જસાપર પાધરમાં ગંજીપતા વડે જુગાર રમતા છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ગ્રામ્ય ડીવાયએસપી વાંદાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પીઆઇ એમ.એન. શેખની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોકકસ બાતમી મળી હતી કે કિરીટ કાલાવડીયા નામનો શખ્સ કોટડા બાવીસી ગામ પોતાની વાડીએ નાલ ઉઘરાવી તિનપતી જુગારનો અખાડો ચલાવે છે જેના આધારે પોલીસે રેઇડ દરમ્યાન પ્રથમ ફિલ્ડમાંથી રોકડા ૨૨૩૦૦, ૪ મોબાઇલ, ૧ મોટરસાયકલ અને ગંજીપતા મળી ૭૨૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, છ શખ્સોને પકડી લીધા હતા.

બીજી ફીલ્ડમાંથી રોકડા ૨.૧૨.૩૦૦, ૫ મોબાઇલ, એક ફોરવ્હીલ કાર, સાહિત્ય મળી કુલ ૬.૮૪.૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, જુગારના અખાડાની બંને ફીલ્ડના કુલ ૧૨ આરોપીઓ અને કુલ ૭.૫૬.૬૦૦નો મુદામાલ મળી આવ્યો હતો.
​​​​​​​
જુગારના દરોડા દરમ્યાન જામજોધપુરના ઉમીયાનગર ક્રિષ્નાપાર્ક ખાતે રહેતા જુગાર રમાડતા કિરીટ રવજી કાલાવડીયા તથા તિરુપતી સોસાયટીના કિશોર દેવજી ગડારા, કોટડા બાવીસીના મહેન્દ્ર ચંદુ કણસાગરા, યોગેશ જગદીશ નગરીયા, માકડીયા વાડીના મૌલીક રમેશ કંટારીયા, તિરુપતી સોસાયટીના હિતકુમાર અશ્ર્વીન ખાંટ તથા રામવાડી-૩ના વેપારી જસ્મીન મનસુખ ઝાલાવાડીયા, તરસાઇ નવાપરાના દિપક ભગવાન લાડાણી, ઉમીયાચોક રાજકોટ અને મુળ વેરાડના વેપાર કરતા નિતીન દિનેશ કનેરીયા, માકડીયા વાડીના હિતેશ ઠાકરશી શાપરીયા, ભાણવડના વેરાડના વેપારી રિપલ મથુર ભાલોડીયા અને તિરુપતી સોસાયટીના રાજેશ સામજી ભાલોડીયાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 
​​​​​​​
બીજા દરોડામાં લાલપુરના જસાપરના પાદરમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા જસાપરના જયેશ નગા બરાઇ, દિનેશ નથુ બરાઇ, કેશુર વિદુ જોગલ, પરાગ ધનજી પરમાર, કેતન નરશી નકુમ અને પાલા રાજશી નંદાણીયા નામના શખ્સોને પકડી ૧૦૫૦૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application