BREAKING NEWS

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ - જામનગર ખાતે ગરિમાપૂર્ણ રક્ષાબંધન પર્વ ઉજવાયું

  • August 28, 2026 12:45 PM 

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ - જામનગર ખાતે ગરિમાપૂર્ણ રક્ષાબંધન પર્વ ઉજવાયું

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે, રક્ષાબંધન પર્વ ભવ્ય અને ગૌરવપૂર્વક યોજાયું. આ મંગલ અવસરે "સંસ્થા બંધુ" તરીકે, ફૂલછાબ દૈનિક ના તંત્રી તથા લેખક જ્વલંત ભાઈ છાયા ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ દીનાબેન મેહતા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને સંસ્થા બંધુનો પરીચય આપતાં સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે સૌ ને પર્વ ની શુભકામનાઓ પાઠવી, જ્વલંત ભાઈ ની અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કર્યા હતાં અને તેમનું સૂત્રમાળા, ખેસ અને સ્મૃતિ ભેટથી સ્વાગત કર્યું હતું. તેમણે સંસ્થા બંધુ તરીકે હજારો બહેનો ના આશીર્વાદ મેળવી ખૂબ પ્રગતિ થાય તેવી જ્વલંત ભાઈ પ્રત્યે ભાવના વ્યક્ત કરી હતી.

રક્ષાબંધન પર્વ વિષે સંસ્થાના કા. વા. સમિતિના સભ્ય પ્રગ્ના બેન વ્યાસએ પ્રાસંગિક ઉદબોધન માં પર્વ નું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ દીના બેન મેહતા એ સંસ્થા બંધુ જ્વલંત ભાઈ છાયા ને રક્ષાસૂત્ર બાંધીને અંતરના આશિષ પાઠવ્યા હતા. ત્યાર પછી બહેનો એ અન્ય બંધુઓ ને રક્ષાસૂત્ર બાંધીને શુભેચ્છાઓ ની આપલે કરી હતી.

જ્વલંત ભાઈ છાયા એ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, "આજના પવિત્ર દિવસે તમામ બહેનો ની રક્ષા કરવાનો સંકલ્પ લઈ, સમાજ માં ઉપેક્ષિત બહેનો ની જરૂરિયાત મુજબ મદદ કરી, આદર્શ સમાજ રચનાની સમજ આપી હતી.આ પ્રસંગે સંસ્થા ખાતે ઉપસ્થિત રહેવાથી તેમનું ગૌરવ વધ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જામનગર શહેર ફૂલછાબ બ્યૂરો ચીફ મુકેશ ભાઈ જોઈસર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં અને સંસ્થાની પરિપાટી ને બિરદાવી હતી. કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને થી શુભેચ્છાઓ પાઠવતાં દીના બેન મેહતા એ આધુનિક યુગ માં દીકરીઓ કઈ રીતે આ પર્વ નું અગત્ય સમજે એ વિશે વિચારો જણાવ્યા હતાં.

આ પ્રસંગે સંસ્થા ના ટ્રસ્ટી મંડળ ના સભ્યો હસમુખભાઈ હિંડોચા, કા. વા.સમિતિના સભ્યો, વિભાગીય વડા તથા સમગ્ર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ પરિવાર હાજર રહ્યો હતો.કાર્યક્રમ ને અંતે જિગ્ના બેન એ આભાર વ્યક્ત કર્યો અને કા મંત્રી પાર્થ પંડ્યા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application