BREAKING NEWS

જામનગરમાં એદ્રુશપીર સરકારના ઉર્ષ મુબારક નિમિત્તે આસ્થા, એકતા અને માનવતાનો ભવ્ય અવસર

  • July 20, 2026 10:08 AM 


જામનગરમાં એદ્રુશપીર સરકારના ઉર્ષ મુબારક નિમિત્તે આસ્થા, એકતા અને માનવતાનો ભવ્ય અવસર


જામનગર શહેરની ઐતિહાસિક કોમી એકતા ના પ્રતિક સમાન એવા હઝરત સૈયદ મહંમદબીન હુસૈન અલ એદ્રૂશ (ર.અ.) ના પવિત્ર ઉર્ષ મુબારક નિમિત્તે તા.૨૧-૦૭-૨૦૨૬, મંગળવાર ના રોજ એદ્રુશપીર દરગાહ ખાતે શ્રદ્ધા, આસ્થા, ભાઇચારો અને માનવતાના ભાવ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


આ ઉર્ષ મુબારક ના પાવન અવસરે વહેલી સવારથી જ દરગાહ ખાતે ઝિયારત માટે ભાવિકોની અવર-જવર શરૂ થશે. તેમજ દિવસ દરમ્યાન દેશના વિવિધ વિસ્તારોમાંથી તેમજ જામનગર શહેર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી દુઆઓમાં સહભાગી બનશે. સમગ્ર વાતાવરણ ઇબાદત, શાંતિ અને આધ્યાત્મિક માહોલ થી ગુંજી ઊઠશે.


આ અવસરે કુર્આન ખવાની, સલાતો સલામ, ઝિક્ર, દુઆ સંદલશરીફ તથા અન્ય પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમ્યાન સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઇચારો, એકતા, સહિષ્ણુતા અને માનવસેવાના મૂલ્યો વધુ મજબૂત બને તેમજ દેશ અને સમાજમાં અમન-શાંતિ, સુખાકારી અને પ્રગતિ માટે વિશેષ દુઆ કરવામાં આવશે. આ ઉર્ષ મુબારક વર્ષો થી જામનગરની સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આ અવસર વિવિધ સમાજ, વર્ગ અને ઉંમરના લોકોને એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ અને સૌહાર્દનો સુંદર સંદેશ આપે છે. આ પવિત્ર પ્રસંગ સમાજમાં એકતા, પરસ્પર સન્માન અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.


સમગ્ર કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે આયોજક સમિતિ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આગંતુકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની વિશેષ ટીમ સતત સેવા આપશે. દરગાહ પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.


જામનગર અરબ જમાત ના પ્રમુખ રોજાભાઇ અરબ તથા સેક્રેટરી સાજીદ અરબે સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, ઉર્ષ મુબારકનો આ પવિત્ર અવસર માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં પ્રેમ, એકતા, ભાઈચારો અને માનવતાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો અવસર છે. તેમણે જામનગર શહેર તેમજ બહારગામથી પધારતા તમામ ભાવિકોને સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા તેમજ સમગ્ર આયોજનમાં સહકાર આપવા હાર્દિક અપીલ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application