BREAKING NEWS

જામનગરના મહાત્મા ગાંધીજીને સુતરની આંટી: બે મંત્રી સહિત ભાજપની ટીમ-કોંગીજનો જોડાયા

  • October 02, 2026 12:06 PM 

જામનગરના મહાત્મા ગાંધીજીને સુતરની આંટી: બે મંત્રી સહિત ભાજપની ટીમ-કોંગીજનો જોડાયા

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨ ઓકટોબરના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજંયતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં ચાંદીબજાર  વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસના આગેવાનો તથા અધિકારીઓએ સૂતરની આંટી પહેરાવી હતી. જેમાં રાજયના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ રાજયના પર્યાવરણ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવિણભાઇ માળી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનીકાબેન વ્યાસ, કલેકટર પરિમલ પંડયા, કમિશ્ર્નર દીપેશ કેડીયા, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા વગેરે જોડાયા હતાં. તદઉપરાંત શહેરના અન્ય શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે સાથે કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી બીપેન્દ્વસિંહ જાડેજા, કોંગ્રેસના નગરસેવીકા સહારાબેન  મકવાણા તથા ભરતભાઇ વાળા સહીતના આગેવાનો પણ જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application