BREAKING NEWS

વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ

  • June 18, 2026 11:45 AM 


વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ


સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષની વિકાસયાત્રાને સમર્પિત યોગ શિબિરમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો.


જામનગર તા.૧૮ જૂન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જામનગરના અજીતસિંહજી પેવેલિયન, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 


કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનરોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપી સૌને નિયમિત યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરી સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્ટેટ કોર્ડિનેટર અનિલ ત્રિવેદી દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા. 


કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા યોગ કોર્ડિનેટર દર્શિતા મહેતા, અધિકારીઓ, આર્મી, નેવી,એરફોર્સના જવાનો, પોલીસના જવાનો, વિવિધ સંસ્થાઓ, એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application