BREAKING NEWS

જામનગર: દાણીધારધામમાં શ્રાદ્ધ ઉત્સવ નિમિતે કાનગોપીની રમઝટ સાથે ભવ્ય સંતવાણી

  • October 07, 2026 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દાણીધારધામમાં શ્રાદ્ધ ઉત્સવ નિમિતે કાનગોપીની રમઝટ સાથે ભવ્ય સંતવાણી

પાવન અવસરે યોજાયેલ મહાપ્રસાદમાં ૬૦૦૦૦ જેટલા ભકતોએે લાભ લીધો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત શ્રી નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૪૦૦મો શ્રાદ્ધ ઉત્સવ તા. ૩૦ ને બુધવારના રોજ ભવ્ય આયોજન સાથે યોજાયો હતો.

તુહી રામ પ્યારે રામના નામથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓ ની ચેતન સમાધિ આવેલ છે તેવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી અને સંત શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદાનો ૪૦૦મો શ્રાદ્ધ ઉત્સવ તા.૩૦ ના રોજ સવારે સમાધિ પૂજનથી શરૂ થયો હતો. ત્યારબાદ ૫૧ થાળ ધરાવવામાં આવ્યા હતા અને સવારથી સાંજે સુધી બાલકૃષ્ણ કાંનગોપી મંડળ (કાલાવડ) ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેનો સૌ ગ્રામ્યજનોએ લાભ લીધો હતો.

આ ઉપરાંત, રાત્રે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં લોક ભજનિક જેમાં સંતવાણી કલાકાર ચેતનસિંહ રાજપૂત, અજયસિંહ ડાભી, , દર્શનાબેન ૧ ભરડા, ભરડા, સાહિત્યકાર સાહિત્યકાર અર્જુનસિંહ અર્જુનસિંહ ડોડીયાએ ડ ભવ્ય લોકડાયરામાં ભજનની રમઝટ દ્વારા ભાવિક ભકતોનું મનોરંજન કર્યું હતું,

આ શ્રાદ્ધ ઉત્સવમાં મહંતશ્રી વાલદાસબાપુ (સૂર સાંગડા હનુમાન), નુમાન), મહંતશ્રી મ દિવ્યાનંદબાપુ (અનીડા વાછરા), ચિત્રાવડ ઈશ્વરધારના મહંતશ્રી વિષ્ણુદાસ બાપુ, મહંતશ્રી પારસનાથ બાપુ (ગુંદાસરી), મહંતશ્રી સીતારામ બાપુ (લોહ લંગરી આશ્રમ, ગોંડલ), મહંતશ્રી રાજાનંદ બાપુ (ગાયત્રી આશ્રમ), મહંતશ્રી રવુ બાપુ (અલિયાબાડા), મહંતશ્રી શાંતિગિરિ બાપુ, મહંતશ્રી ત્રિગુણાનંદ બાપુ, મહંતશ્રી ઉમેશગીરી બાપુ, મહંતશ્રી સીતારામ બાપુ (કાંગશિયાળી), મહંતશ્રી ગિરીશદાસ બાપુ (જોગમઢી), ટોડા ગામના શાસ્ત્રી મુકુંદરાય મનસુખરાય જોશી તથા અન્ય સંતો મહંતો અલગ અલગ ગામેથી પધાર્યા હતા.

દિવસ દરમ્યાન આશરે ૪૫,૦૦૦થી પણ વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો. જયારે સાંજે આશરે ૧૫,૦૦૦થી પણ વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો.

આ ભવ્ય કાર્યક્રમનું સુંદર આયોજન દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ ના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ શ્રી ચત્રભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને પ્રમુખ  હનુભા તથા તમામ ટ્રસ્ટીઓ તથા કાલાવડ તાલુકા અને રાજકોટ જિલ્લાના ગ્રામ્યજનો સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોએ ખુબ સરસ રીતે કર્યું હતું તેમ પ્રમુખ  હનુભા વી ડાભીની અખબારી યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application