જામનગર: ગીંગણી રોડ પર શરાબના ૨૦ ચપટા સાથે એક શખ્સની અટકાયત
સિકકા પંચવટીમાં બે બોટલ સાથે એક ઝપટમાં આવ્યો
જામજોધપુરના ગીંગણી રોડ પર ઇંગ્લીશ દારૂના ૨૦ ચપટા સાથે એક શખ્સને પકડી લીધો હતો, જયારે સિકકા પંચવટી વિસ્તારમાં દારૂની બે બોટલ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો.
જામજોધપુરના શાંતીનગરમાં રહેતા મુળ ગોરખડી ગામના કડીયાકામ કરતા પ્રવિણ મંગા સાગઠીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ૨૦ ચપટા સાથે ગીંગણી રોડ જકાતનાકા પાસેથી સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો.
બીજા દરોડામાં સિકકા પંચવટી સોસાયટી ટાવર પાસે રહેતા ડ્રાઇવીંગ કરતા ઇલીયાસ કાસમ સુભણીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂની બે બોટલ લઇને પંચવટી વિસ્તારમાંથી નીકળતા સિકકા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.