જામનગર: મોટી ખાવડીમાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ગીરફતાર
૬૦ લીટર દારૂ કબ્જે લેતી પડાણા પોલીસ: એક શખ્સની સંડોવણી ખુલી
મેઘપર પડાણા પોલીસ દ્વારા પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડયો હતો જેમાં મોટી ખાવડીના શખ્સની સંડોવણી ખુલી હતી.
ખાવડીના શખ્સને છુટક દેશી દારો વેચાણ કરવા માટે આપ્યો છે અને વેચાણ કરી રહયો છે એવી બાતમી મેઘપર પોલીસને મળી હતી, જેના આધારે તપાસ લંબાવી હતી, દરમ્યાનમાં મોટી ખાવડી ગામ પેટ્રોલ પંપની પાછળ રહેતા મજુરી કરતા બાલુકુમાર લાલદેવ મહંતો નામનો શખ્સ દેશી દારૂનુ વેચાણ કરતો હોય જેથી રેઇડ દરમ્યાન બાલુકુમારને ૬૦ લીટર દેશી દારૂ કિ. ૧૨ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો, જયારે મોટી ખાવડીનો શકિતસિંહ કિરીટસિંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો જેને ફરાર જાહેર કરી બંનેની સામે પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.