BREAKING NEWS

જામનગર: દરેડ વિસ્તારમાં ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

  • June 16, 2026 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દરેડ વિસ્તારમાં ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરના દરેડ એફસીઆઇ ગોડાઉનથી આગળના રોડ પર ઇકો ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારુ મળી આવતા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, તપાસ દરમ્યાન અન્ય ત્રણની સંડોવણી સામે આવી હતી.

જામનગરના નવાગામ ઘેડ એસી કવાર્ટર ડાભી ફળી ખાતે રહેતા વિજય ડાયા રાતડીયા નામના શખ્સને પોતાના ભોગવટાની ઇકો કાર નં. જીજે૧૦બીજે-૬૯૩૮માં દેશી દારૂ ૫૦૦ લીટર ગેરકાયદે વેચાણ અર્થે રાખી હેરાફેરી કરતો હોય આથી એફસીઆઇ ગોડાઉન રોડ પર પંચ-બી પોલીસે પકડી લીધો હતો.

દારૂ​​​​​​​, કાર મળી ૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે આરોપી વિ.ડી. કોળી નાશી ગયો હતો દારૂ​​​​​​​ પુરો પાડનાર બાલુ કોડીયાતર અને મંગાવેલ બેડેશ્ર્વરના નદીમના નામ ખુલ્યા હતા જેની શોધખોળ ચલાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application