ઓખાના પ્રોહી બુટલેગર વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર
દ્વારકા એલસીબી દ્વારા મહેસાણા જેલમાં ધકેલવા તજવીજ
ઓખાના પ્રોહી બુટલેગર વિરુઘ્ધ પાસાનું શસ્ત્ર ઉગામીને એલસીબી દ્વારા વોરન્ટની બજવણી કરી મહેસાણા જીલ્લા જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર અસામાજીક તત્વો, માથાભારે ઇસમો તેમજ દારૂ-જુગારના બુટલેગરો અને ક્રુર વ્યક્તિઓ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સબબ કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓને સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચના મુજબ પો. સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી નાઓએ જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રિત કરી મયુર થોભાણી રહે. નવીનગરી પ્રોહી બુટલેગરની પાસા દરખાસ્ત વિધિવત રીતે તૈયાર કરી મોકલી આપવામાં આવેલ.
જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્નાએ સમાજમાં ચાલી રહેલ દુષણરૂપી દારૂની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તેમજ સમાજના લોકો મુકતરીતે શાંતિમય વાતાવરણમાં પોતાનુ જીવન જીવી શકે તે પ્રકારનો હકારાત્મક અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ ઓખા નવીનગરી ખાતે રહેતા મયુર જેન્તી થોભાણી (ઉ.વ.૩૭) નામના ઇસમની પાસા દરખાસ્ત ના કાગળોનો અભ્યાસ-અવલોકન કરી પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર.સવસેટા નાઓએ સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી મજકુર ઇસમને રાઉન્ડ અપ કરી પાસા એકટ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટની બજવણી કરી મજકુર ઇસમને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપપવા તજવીજ કરી હતી.