BREAKING NEWS

જામનગરમાં પૈસાના પ્રશ્ર્ને એક યુવાન પર પાઇપથી પ્રહાર

  • May 05, 2026 01:33 PM 

જામનગરમાં પૈસાના પ્રશ્ર્ને એક યુવાન પર પાઇપથી પ્રહાર

સ્મશાન ચોકડી નજીક નજીવી બાબતે બે યુવકને માર માર્યો 


જામનગરના સનસીટી વિસ્તારમાં પૈસાના પ્રશ્ર્ને બાઇકમાં નીકળેલા યુવાનને વાતચીત કરવા ઉભો રાખી પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યાની બે શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે, જયારે સ્મશાન ચોકડી નજીક નવા બ્રીજ નીચે અહી બાથરૂમ કરવુ નહી તેમ કહીને બે યુવકને ધોલ ધપાટ કર્યાની ૩ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. 


જામનગરના મોટાપીરના ચોકકમાં રહેતા ડ્રાઇવીંગ કરતા અફઝલ અબ્દુલકાદરભાઇ સમા (ઉ.વ.૩૨) નામના યુવાને ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં શહેરના કાલાવડ નાકા બહાર રાજ સોસયટીમાં રહેતા અબ્દુલ સુમરા અને સલીમ સુમરા નામના બે શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જેની વિગત મુજબ મિત્ર સલીમ ઉર્ફે બાપુડી પાસે આરોપી અબ્દુલ પૈસા માંગતા હોય જેથી ફરીયાદી અને તેના મિત્ર ગઇકાલે સનસીટી-૧ વિસ્તાર રાજ સોસાયટીમાં મોટરસાયકલ લઇને નીકળતા અને આ બાબતે વાતચીત કરવા માટે ઉભા રાખ્યા હતા.
​​​​​​​

દરમ્યાન આરોપીએ ફરીયાદીને પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો ઉપરાંત એક આરોપીએ મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. 


બીજા બનાવમાં ગુલાબનગરમાં આવેલ સિન્ડીકેટ સોસાયટી શેરી નં. ૧માં રહેતા મજુરીકામ કરતા ઓમ સંજયભાઇ ચૌહાણ (ઉ.વ.૧૯) નામનો યુવાન બે દિવસ પહેલા સ્મશાન ચોકડી પાસે નવા બનેલ ઓવરબ્રીજ નીચે તેમના મોટાબાપુના દીકરા મનોજ ચૌહાણ તથા પોતાના ભત્રીજા અંકીત ચૌહાણ સાથે ફોરવ્હીલમાં બેઠા હતા.


ત્યારે ફોરવ્હીલ બહાર પુલ નીચે ફરીયાદી બાથ‚મ કરતા હતા ત્યારે એક આરોપી ત્યાં આવીને અહીં બાથ‚મ કરવાનું નથી તેમ કહી અપશબ્દો બોલી ઝાપટ મારી હતી, તથા અન્ય આરોપીઓ ત્યાં આવી ધોકા વડે ફરીયાદી પર હુમલો કરી માથામાં ઇજા પહોચાડી હતી, આ વેળાએ મનોજભાઇ વચ્ચે છોડાવવા પડતા અન્ય એક આરોપીએ મનોજને માથાની પાછળના ભાગે પથ્થર મારી ઇજા કરી હતી. 


ઓમ ચૌહાણ દ્વારા આ બનાવ અંગે સીટી-બી ડીવીઝનમાં પ્રવિણ માતંગ તથા બે અજાણ્યા શખ્સો રહે. જામનગરની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application