BREAKING NEWS

જામનગર: જેએમસીના સ્પોર્ટસ સંકુલ નજીક તરૂ​​​​​​​ણની ઘડીયાલ ઝુંટવી લીધી

  • May 28, 2026 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર: જેએમસીના સ્પોર્ટસ સંકુલ નજીક તરૂ​​​​​​​ણની ઘડીયાલ ઝુંટવી લીધી

એકટીવામાં આવેલા ૩ શખ્સોનું કારસ્તાન: શહેરમાં લુખ્ખાઓની રંજાડ

જામનગરમાં સમયાંતરે અસામાજીક તત્વો દ્વારા હંગામો મચાવવાના બનાવ સામે આવે છે, બે દિવસ પહેલા જેએમસી સ્પોર્ટ સંકુલ પાસે પસાર થઇ રહેલા એક તરૂણને ફડાકા ઝીંકી ઘડીયાળ ઝુંટવી લઇ નાશી ગયાની એકટીવામાં આવેલા ૩ શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના વાલ્કેશ્ર્વરી વિસ્તારમાં રહેતા સુરેશ વિશનદાસ લાલવાણી નામના વેપારી યુવાન દ્વારા ગત મોડી રાત્રીના સીટી-એ ડીવીઝનમાં એકટીવા બાઇક નં. જીજે૧૦ઇજી-૯૬૫૩માં આવેલા ૩ અજાણ્યા ઇસમ વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદીના પુત્ર પૃથ્વીરાજ અને તેના મિત્ર અપુર્વ ગત તા. ૨૬ના લાલ બંગલાથી જામ્યુકોના સ્પોર્ટસ સંકુલ તરફ બાઇક લઇને જતા હતા ત્યારે આરોપીઓએ ફરીયાદીના પુત્રને રોકીને ડેકી તથા ખિસ્સા ચેક કર્યા હતા જો કે કઇ નહી મળતા ફડાકા ઝીંકી દીધા હતા અને ફરીયાદીના પુત્રને તારી ઘડીયાળ આપ નહીતર વધુ મારશુ તેમ ધમકાવીને રૂ. ૧ હજારની કિંમતની ઘડીયાળ બળજબરીથી કઢાવી લઇ એકબીજાને મદદગારી કરી શખ્સો નાશી ગયા હતા. આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application