BREAKING NEWS

જામનગરમાં આધારકાર્ડની કામગીરી નિરાધાર, નવા સોફટવેરમાં પારાવાર ધાંધિયા..!

  • October 14, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જામનગરમાં આધારકાર્ડની કામગીરી નિરાધાર, નવા સોફટવેરમાં પારાવાર ધાંધિયા..!

​​​​​​​​​​​​​​
જામનગરમાં આધારકાર્ડની કામગીરી નિરાધાર બની હોય તેવી સ્થિતિ છે. કારણ કે, ૨૬ દીવસથી નવા સોફટવેરમાં પારવાર ધાંધિયાથી નવા અને જુના આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખમાં સુધારા ઠપ્પની થોકબંધ ફરિયાદો અરજદારોમાં ઉઠી છે. આટલું જ નહીં આધારકાર્ડની નવી એસઓપીની અમલીકારણમાં જા બીલાડી મોભે મોભની સ્થિતિથી અરજદારોને ધરમના ધકકાથી સમય અને નાણાંનો વેફડાટ થતાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. 


જામનગર શહેેર-જિલ્લામાં આધારકાર્ડની કામગીરીમાં છાશવારે ધાંધિયાની ફરિયાદો ઉઠે છે. આટલું જ નહીં ઓનલાઇન સોફટવેરમાં વિગતો અપલોડ ન થતાં તથા રીજેકટના મેસેજના કીસ્સા પણ બનતા હોય અરજદારોને લાઇનમાંથી મુકિત મળતી નથી. આ સ્થિતિમાં જામનગરમાં ગત તા.૧૮-૯-૨૦૨૬થી આધારકાર્ડના ઓનલાઇન સોફટવેર યુનીવર્સલ કલાઇન્ટ(યુટી)માં બેંગ્લોરથી ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આધારકાર્ડની મોટાભાગની કામગીરી ઠપ્પ થઇ ગયાની ફરિયાદો અરજદારોમાં ઉઠી છે. કારણ કે, સોફટવેરમાં ફેરફાર કર્યાના ૨૬ દીવસથી નવા તથા જૂના આધારકાર્ડમાં ફકત ફોટો અને મોબાઇલ નંબર અપલોડ કે સુધારા થઇ શકે છે. જયારે આધારકાર્ડમાં નામ,સરનામું, જન્મ તારીખ સહીતની અન્ય મહત્વની વિગતો અપલોડ કે સુધારા ન થતાં હોવાની ફરિયાદોની હારમાળા સર્જાઇ છે. આટલું જ નહીં  આધારકાર્ડ એ ખૂબજ મહત્વનો દસ્તાવેજ હોય તેમાં નામ, સરનામા સહીતની વિગતોમાં સુધારા કે નવા કાર્ડમાં વિગતો અપલોડ ન થતાં અરજદારોને કચેરીની ધકકા થઇ રહ્યા છે. તદઉપરાંત સમય અને નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે. 


બીજી બાજુ આધારકાર્ડનું સોફટવેરમાં સુધારો થયા બાદ નવી એસઓપી આવ્યાનું આધારકાર્ડની કામગીરી જેની દેખરેખ હેઠળ થઇ રહી છે તે અધિકારીઓએ જણાવ્યું હતું. આ એસઓપી મુજબ જ‚રી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ આધારકાર્ડમાં સુધારો વધારો થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. પરંતુ આ એસઓપીની માઘ્યમ દ્રારા લોકોને જાણકારી આપવાની તસ્દી વહીવટી તંત્રએ લીધી નથી. આટલું જ નહીં આધારકાર્ડની કામગીરી જે સ્થળે થઇ રહી છે ત્યાં સૂચનાના નિયત બોર્ડ પણ મૂકવાની દરકાર લેવામાં આવી નથી. આથી અરજદારોનો રીતસર ખો નીકળી રહ્યો છે. એસઓપીની અમલવારીમાં જા બીલાડી મોભા મોભ એટલે કે લોકોને જાણકારી આપ્યા વગર સીધો અમલ કરવામાં આવતા અરજદારો આધારકાર્ડની સુધારા કામગીરીમાં ઘાંધિયાથી ત્રાહીમામ પોકારી ગયા છે. આટલું જ નહીં આધારકાર્ડમાં સુધારો ન થતાં અરજદારો અને આ કામગીરી સંભાળતા ઓપરેટરો વચ્ચે ઘર્ષણના બનાવ પણ બની રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે ૨૬ દીવસથી આ સમસ્યા હોવા છતાં અરજદારોને આ સમસ્યાનો હલ થઇ જશે તેવા ગાણા ગાવામાં આવી રહ્યા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application