જામનગર: ચેલા નજીક ખાનગી બસ-કાર વચ્ચે અકસ્માત: જાનહાની ટળી
જામનગર: ચેલા નજીક ખાનગી બસ-કાર વચ્ચે અકસ્માત: જાનહાની ટળી
September 21, 2026 11:52 AM
જામનગર: ચેલા નજીક ખાનગી બસ-કાર વચ્ચે અકસ્માત: જાનહાની ટળી
વાહનો ડિવાઈડર પર ચઢી ગયાં: ગ્રીનરીમાં ભારે નુકશાન
જામનગર-લાલપુર હાઈવે પર દરેડ ગામથી આગળ ચેલા ગામ નજીક રવિવારે બપોરના સમયે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસે કારને ઠોકર મારતાં બંને વાહનો રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગયાં હતાં.
આકસ્મિક ટક્કરના પગલે કાર અને ખાનગી બસમાં સવાર કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી અને મોટી જાનહાની ટળી હતી. અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસમાતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી. દરમિયાન બંને વાહનો ડિવાઈડર પર ચઢી જતાં હાઈવેની સુંદરતા વધારવા માટે ડિવાઈડરની વચ્ચે તાજેતરમાં જ મુકવામાં આવેલી પ્લાસ્ટિકની ગ્રીનરીને પણ નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.