BREAKING NEWS

જામનગર -રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં બસની ગુલાંટ: ૧૭ મુસાફરોને નાની મોટી ઈજા

  • November 19, 2025 11:30 AM 

જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ખાનગી લક્ઝરી બસને એક ડમ્પર ના ચાલકે ટક્કર મારી દેતાં તક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં બસની અંદર મુસાફરી કરી રહેલા ૧૭ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થવાથી ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પૈકી બે મુસાફરોને વધુ ઈજા થવાથી જામનગર રીફર કરાયા છે. ધ્રોલ પોલીસ ની ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડતી થઈ છે.



 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ થી ઓખા તરફ જઈ રહેલી શિવ શક્તિ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને આજે સવારે સાત વાગ્યાના અરસામાં ધ્રોલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી.


 જે દરમિયાન ધ્રોલ નજીક એક ડમ્પર ના ચાલકે કાવો મારતાં અકસ્માતે લક્ઝરી બસ સાથે ટક્કર થઈ ગઈ હતી, અને બસ રોડ થી નીચે ઉતરીને પલટી મારીને આડે પડખે થઈ હતી. જેથી મુસાફરોમાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી.


 જે અકસ્માતમાં બસની અંદર મુસાફરી કરી રહેલા મહિલાઓ અને બાળકો સહિતના ૧૭ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને ૧૦૮ નંબર ની જુદી જુદી ટુકડીઓ દોડતી થઈ હતી. જે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે  ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફરોને વધુ ઇજા થઈ હોવાથી અને ફેક્ચર થયા હોવાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

​​​​​​​

 બાકીના અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application