BREAKING NEWS

જામનગર: જામજોધપુરના બાલવા ગામે શાળા અને પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લઈ શિક્ષણ અને મહેસૂલી કામગીરીની સઘન સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા

  • August 17, 2026 05:47 PM 

જામનગર: જામજોધપુરના બાલવા ગામે શાળા અને પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લઈ શિક્ષણ અને મહેસૂલી કામગીરીની સઘન સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા

કલેક્ટરે આંગણવાડી તથા પ્રાથમિક શાળાના બાળકો સાથે સંવાદ કરી શૈક્ષણિક સ્તર ચકાસ્યું

ગ્રામજનોની રસ્તા, શાળા અને આંગણવાડી મકાન અંગેની રજૂઆતો પર ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને આદેશ

જામનગર તા.૧૭, જામજોધપુર તાલુકાના બાલવા ગામે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા પ્રાથમિક શાળા, આંગણવાડી તથા ગ્રામ પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લઈને શૈક્ષણિક તથા પંચાયતી કામગીરીનું નિરીક્ષણ આવ્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે આંગણવાડી તથા પ્રાથમિક શાળાના બાળકો સાથે સહજ સંવાદ સાધીને તેમની વાંચન ક્ષમતા અને અક્ષરજ્ઞાનની તથા કેન્દ્ર દ્વારા અપાતા પોષણ આહારની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.

વાડી વિસ્તારમાંથી આવતા શૈક્ષણિક રીતે નબળા બાળકોને વિશેષ તાલીમ અને માર્ગદર્શન આપી આગળ લાવવા શિક્ષકોને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓને અભ્યાસની સાથે યોગ, ખેલકૂદ અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેવા પ્રોત્સાહિત કરવા અંગે પણ શિક્ષકો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.ત્યારબાદ કલેક્ટરે બાલવા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈને સામાન્ય દફતર તપાસ કરી હતી, જેમાં ઈનામી જમીન તથા ગ્રામ પંચાયતની સરકારી જમીનો સંબંધિત દફતરો અને મહેસૂલી રેકર્ડ સત્વરે દુરસ્ત કરવા પંચાયત મંત્રી તથા સંબંધિત સ્ટાફને જરૂરી આદેશો આપ્યા હતા.

મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે મુક્તમને વાતચીત કરી તેમની સ્થાનિક જરૂરિયાતો અને સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનો દ્વારા રસ્તાના કામો, શાળાના મકાન તથા નવી આંગણવાડીના મકાન માટે કરવામાં આવેલી રજૂઆતો પરત્વે ગંભીરતા દર્શાવી સંબંધિત વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News