BREAKING NEWS

ખંભાળીયા: ભાણવડ, મીઠાપુર અને દ્વારકા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં લાલશાહીથી નાસતો-ફરતો આરોપી પકડાયો

  • July 07, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: ભાણવડ, મીઠાપુર અને દ્વારકા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં લાલશાહીથી નાસતો-ફરતો આરોપી પકડાયો

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાબરીયા અને એલ.સી.બી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગ અને વર્કઆઉટમાં હતી.

દરમિયાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા તથા પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના મોડપર ગામે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને લાલશાહીથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી રાજુભાઇ મુરૂભાઇ કોડીયાતર (જાતે રબારી, ઉંમર વર્ષ ૩૦, ધંધો ડ્રાઇવીંગ, રહે. ડોકામરડા નેશ, તા. જામજોધપુર, જી. જામનગર) ને ઝડપી પાડ્યો છે.

પોલીસ રેકોર્ડ મુજબ, ઝડપાયેલ આરોપી રાજુભાઇ કોડીયાતર ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કલમ હેઠળના ગુના (ગુ.ર.નં. ૦૫૨૧/૨૦૨૫) માં લાંબા સમયથી લાલશાહીથી નાસતો-ફરતો હતો. આ સિવાય તે મીઠાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના એક ગુના (ગુ.ર.નં. ૫૪૬/૨૦૨૬) તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના બે અલગ-અલગ પ્રોહીબીશનના ગુનાઓ (ગુ.ર.નં. ૫૬૪/૨૦૨૬ અને ગુ.ર.નં. ૫૮૦/૨૦૨૬) માં પણ પોલીસ ચોપડે ફરારી હતો.

એલ.સી.બી. પોલીસે આ આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી. બેરા મારફતે ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર સફળ કામગીરી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાબરીયા તથા એ.એસ.આઈ. શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, વેજાણંદભાઇ અને કોન્સ્ટેબલ મનહરસિંહ સહિતની એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી.  

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application