BREAKING NEWS

જામનગર  :  હિટ એન્ડ રન ના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો

  • May 01, 2026 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  હિટ એન્ડ રન ના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો


તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ખંભાળીયા બાયપાસથી લાલપુર ચોકડી તરફ જતા હાઈવે રોડ પર એપલ ગેઈટ ૦ર થી થોડે આગળ દ્વારકાધીશ ઓટો ક્ધસલ્ટ નામના કાર પોઈન્ટ સામે તા.જી. જામનગર, આ કામના આરોપીએ સ્પ્લેન્ડર મો.સા રજી. નં. જી.જે.૦૩-ડી.સી.-૨૪૨૬ ના ચાલકે પુરઝડપે બેફીકરાયથી ગફલતભરી રીતે તેમજ પોતાની તથા અન્ય રાહદારીની જીંદગી જોખમાઈ તે રીતે પોતાની મો.સા ચલાવી આવી પગે ચાલી જતા અજાણ્યા પુરુષ (ઉ.વ. ૫૦) વાળાને હડફેટે લઈ માથામાં તેમજ પગમાં ગંભિર ઈજાઓ કરી સારવારમાં લઈ જતા મરણ જતા મોત નિપજાવી ગુનો કરેલ જેમાં ફરિયાદી દ્વારા પંચ કોષી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈ. પી. સી. ની કલમ તથા એમ.વી.એકટની કલમ મુજબ ફરિયાદ કરેલ.

જે ફરિયાદના કામે આરોપી પલવ વિપુલભાઈ રંગાણીની પોલીસ દ્વારા અટક કરેલ, તેમ ઉપરોક્ત ગુન્હાનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ જે કેસ ચાલી જતાં, આરોપીના વકીલ દ્વારા ફોજદારી કાર્યવાહીઓના સીધ્ધાંતો મુજબ શંકા જયારે રેકર્ડ ઉપર આવેલ હોય તે સંજોગોમાં આરોપીઓને નિદોર્ષ ઠરાવવા જોઈએ જેવી ધારદાર દલીલો કરવામાં આવેલ, જેમાં અદાલતે તમામ દલીલો રેકર્ડ અને રજુઆતો અને જુબાની ધ્યાને લઈ અને આરોપી પલવ વિપુલભાઈ રંગાણી નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ પંકજ એમ. અભંગી, મેહુલ જી.સોંદરવા રોકાયેલ હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application