BREAKING NEWS

જામનગરના બહુચર્ચિત પોક્સો કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો....

  • February 20, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બહુચર્ચિત પોક્સો કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો....

આ કેશની ટુકમાં હકીકત એવી છે કે, આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા એ ફરીયાદીની સગીર વયની દીકરી કે તે સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં ભોગબનનાર ની સગીર વયની અવસ્થાનો લાભલઈ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભોગબનનારનું અપહરણ કે અપહરણ કરી લઈ જઈ ભોગ બનનાર સાથે તેણીની મરજી અને ઈરછા વગર અવાર નવાર શરીર શંબંધ બાંધી બળાત્કાર કરી ગુન્હો કરવા અંગેની ફરીયાદ કરતા જામનગર સીટી- સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૬૩ ,૩૬૬ ,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટ ની કલમ ૪ તથા ૬ મુજબનો ગુનો દાખલ થયો હતો.

આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તપાસના અંતે ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ જે કેસ જામનગર ની સ્પેશયલ પોકસો કોર્ટ માં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ દ્વારા ૧૭ મૈાખીક પુરાવાઓ તથા ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી અને ફરીયાદ પક્ષ દ્વારા પોતાનો કેશ સાબીત કરેલ છે અને મહતમ સજાની માંગણી સરકાર તરફે કરવામાં આવેલ.
​​​​​​​

આ કામમાં આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયાના વકીલ અશોક એચ.જોશી દ્વારા ભોગબનનાર નો પુરાવો માનવાલાયક નથી તેમજ ફરીયાદ પક્ષ ફરીયાદની હકીકતો તથા કેશ નીશંક પણ સાબીત કરી શકેલ નથી જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરવામાં આવેલ સરકાર તરફે તથા આરોપી પક્ષેની દલીલો સાંભળી જામનગર સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા ફરીયાદ પક્ષ પોતાનો કેશ નિશંક પણે સાબિત કરી શકેલ નથી તેવુ ઠેરવી આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયાને નીર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે. 

આ કામે આરોપી તરફે જામનગરના સિનિયર એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application