ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા એક ગઢવી વૃદ્ધ મહિલાના ઘરે મોડીરાત્રીના સમયે ત્રાટકી અને એકલતાનો ગેરલાભ લઈ તેમણે પહેરેલા સોનાના ઠોળિયા તેમજ ચાંદીના દાગીના સહિતનો આશરે રૂપિયા અડધા લાખનો મુદ્દામાલ લૂંટી અને કેટલાક શખ્સો નાસી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
આ ચકચારી લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા લૂંટારાઓ સંદર્ભે પોલીસ તંત્રને કોઈ નક્કર કડી સાંપડી ન હતી. આ લૂંટનો ભેદ ઉકેલવા માટે ખંભાળિયા પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમે તેમના ટેકનિકલ સ્ટાફને કામે લગાડી એને જુદી જુદી ટીમોના સંકલન વચ્ચે એક બ્લાઇન્ડ પ્રકારના આ સંવેદનશીલ બનાવમાં કોઈપણ જાતની મજબૂત કડી ન હોવા છતાં પોલીસે આ લૂંટને અંજામ આપનારા મધ્યપ્રદેશ રાજ્યના કુખ્યાત સ્થળ આલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉદયગઢ ખાતેથી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
આટલું જ નહીં, સોના ચાંદીના દાગીના ખરીદ કરનાર સોનીને પણ ઝડપી લઇ પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળ થયેલી પોલીસની ટીમે ડીવાયએસપી સાગર રાઠોડ તથા પીઆઈ બી.જે. સરવૈયા સાથે એલસીબી સહિતના સ્ટાફે આરોપીઓ પાસેથી લૂંટની ઘટનાની સવિસ્તૃત જાણકારી મેળવી અને આરોપીઓને અહીંની નગર ગેઈટ પોલીસ ચોકીથી નજીકના પેટ્રોલ પંપ સુધી લઈ જઈ અને જરૂરી માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application