BREAKING NEWS

ખંભાળિયા: પ્રોહીબીશનના ગુનાઓમાં આરોપીને ગોવાથી પકડી લેતી દ્વારકા એલસીબી

  • August 20, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: પ્રોહીબીશનના ગુનાઓમાં આરોપીને ગોવાથી પકડી લેતી દ્વારકા એલસીબી

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવ દરમ્યાન અલગ અલગ ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એચ.જોષી નાઓની રાહબરી અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમ સાથે ઉપરોક્ત બાબતે ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સીસથી વર્કઆઉટમાં હતા.

દરમ્યાન ગુજરાત રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પો.સ.ઈ. બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, જગદિશભાઇ કરમુર, કુલદિપસિંહ જાડેજા તથા હેડ કોન્સ. લાખાભાઇ પીંડારીયા નાઓ દેવભુમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ ગુનાઓમાં મહારાષ્ટ્ર તથા ગોવા રાજ્ય ખાતે તપાસમાં ગયેલ હોય દરમ્યાન જેશલસિંહ જાડેજા તથા ઇંઈ લાખાભાઈ પીંડારીયા નાઓને મળેલ બાતમી હકીકત આધારે નીચે મુજબના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી રમેશ સામ હાટે ઉ.વ.૫૭ રહે. મુળ ક્રિષ્નાબાઇ હાટે ચાલ, ચીરાગનગર, ઘાટકોપર, મુંબઇ, મહારાષ્ટ્ર હાલ રહે. નારાયણનગર, હોન્ડા, નોર્થ ગોવાને ગોવા ખાતેથી શોધી કાઢી બી.એમ.દેવમુરારી નાઓએ આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application