BREAKING NEWS

જામનગર કોર્ટના સજા વોરંટના ગુનામાં આરોપી લાંબા ગામથી ઝડપાયો

  • May 15, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કોર્ટના સજા વોરંટના ગુનામાં આરોપી લાંબા ગામથી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા દ્વારકા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મિત્ત રૂદલાલ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપવામાં આવેલી કડક સૂચના અન્વયે કલ્યાણપુર પોલીસને મોટી સફળતા મળી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.ડી. કરમુર અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે લાંબા ગામથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી રાઇમલભાઇ જીવાભાઇ નાંગુસ (રહે. લાંબા ગામ, તા. કલ્યાણપુર) જામનગરની ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નંબર ૮૧૮૬/૨૦૨૪ માં તારીખ ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ ઇસ્યુ થયેલ સજા વોરંટના કામે લાંબા સમયથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News