BREAKING NEWS

જામનગરના બે ગુનામાં નાસતો ફરતો આરોપી યુપીથી પકડાયાો

  • June 23, 2026 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બે ગુનામાં નાસતો ફરતો આરોપી યુપીથી પકડાયાો

બે ગુનામાં નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશથી જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ પકડી લાવી છે.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ જામનગર શહેરના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય.

જેથી સીટી-એ ઇન્ચાર્જ પીઆઇ એમ.એન. ગઢવીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ રાજેન્દ્રસિંહ ડોડીયા, પો.હેડ કોન્સ વિપુલભાઇ સોનગરાને હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે હકીકત મળેલ કે જામનગર સીટી-એ તથા બી ડીવીઝનના બે ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી સુભાષચંદ્ર રામઅવતાર સુનેરીયા રહે. બુધેલા ગામ, ઇટાવા, ઉત્તરપ્રદેશવાળાને રાજય બહાર ઉત્તરપ્રદેશ જવાની મંજુરી લઇ તપાસ કરતા આરોપીને યુપીથી પકડી પાડી સીટી-એ ડીવીઝન પોલીસ ખાતે લાવી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application