BREAKING NEWS

જામનગર: કાલાવડના ઇંગ્લીશ દારૂના ગુનામાં આરોપીને પકડી લેતી પેરોલ ફર્લો

  • June 20, 2026 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડના ઇંગ્લીશ દારૂના ગુનામાં આરોપીને પકડી લેતી પેરોલ ફર્લો

જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.બી. ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એબ્સ્કોન્ડર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જ‚રી વર્કઆઉટ કરી રહેલ હતા.
​​​​​​​
દરમ્યાન સ્ટાફના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંભહ જાડેજા, લખધીરસિંભહ જાડેવજા, સુરેશભાઇ ડાંગર, દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેવજા, મહિપાલભાઇ સાદિયા, નાઓને મળેલ બાતમી હકીકત મુજબ જામનગર કાલાવડ ટાઉન પો.સ્ટે.પ્રોહી. મુજબના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરારી નાસતા ફરતા આરોપી ભગવાનજી ઉર્ફે ભગો પુંજાભાઇ ધરોલીયા રહે. કાલાવડ રોડ, લક્ષ્મીના ઢોરા પાસે, મફતીયા પરા, રાજકોટવાળો હોલ, રાધે લોજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપીઓ ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા કાલાવડ ટાઉન પો.સ્ટે.નાઓને સોંપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application