જામનગર: લાલપુરમાં નિવૃત વિજકર્મીની હત્યામાં આરોપી ઝડપાયો
પુના સુધી રેલ્વે પોલીસની મદદથી તપાસ : રોકડ અને ચાંદીના બિસ્કીટ સહિતનો મુદામાલ કબ્જે
લાલપુરના પારેખ બાગ રોડ પર નિવૃત વિજકર્મચારીની લુંટના ઇરાદે હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં બે શકમંદ સહિત ત્રણ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, લાલપુર અને એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો, આરોપી અન્ય રાજયમાં ચાલ્યો ગયો હોવાની વિગતો મળતા રેલ્વે પોલીસની મદદથી પુના સુધી તપાસ લંબાવવામાં આવી હતી, દરમ્યાન આરોપીને પકડી પાડયો છે, તેની પાસેથી રોકડ અને ચાંદીના બિસ્કીટ કબ્જે કરવામાં આવ્યા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ફરીયાદમાં દર્શાવેલ શકમંદો બાબતે ખુલાશો થયો છે.
લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત કર્મચારી મનસુખભાઇ વાછાણીની તેના ઘરમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી, રોકડ અને દાગીના સહિતના મુદામાલની લુંટ ચલાવવામાં આવી હોવાનું અને ઘરમાં કામ કરવા આવતી સગીરા અને અક્ષય નામના શખ્સ સામે શંકા વ્યકત કરી વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એએસપી પ્રતિભાના સીધા માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો, એક ટુકડી અન્ય રાજયમાં તપાસ માટે રવાના થઇ હતી.
ત્યાર બાદ પુરાવા એકત્ર કરવા અને સગીરાની પુછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપી અક્ષય મહિડા અંગે મહત્વની કડી પોલીસને મળી હતી અને અલગ અલગ કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખાસ કરીને હત્યા પાછળનું ચોકકસ કારણ અને કેટલો મુદામાલ લઇ ગયા એ બાબતે સધન તપાસ આદરી હતી. શકમંદોની સંડોવણી બાબતનો પોલીસ તપાસમાં ખુલાશો થયો છે. અને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અન્ય રાજયમાંથી અક્ષયને પકડી લેવામાં આવ્યો છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા રોકડ રકમ અને ચાંદીના બિસ્કીટ મળીને અંદાજે ૧૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જો કે ખરેખર કેટલો મુદામાલ લઇ જવામાં આવ્યો હતો અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કયા હેતુસર હત્યા કરવામાં આવી એ સહિતના મુદાઓ બાબતે સધન તપાસ અને પુછપરછ કરવામાં આવી રહી છે. ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસને મહત્વપુર્ણ સફળતા મળી છે. જો કે વધુ કેટલીક બાબતો પોલીસની સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application