જામનગર : અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની જામીન મુક્તિ
જામનગર : અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની જામીન મુક્તિ
May 01, 2026 05:31 PM
જામનગર : અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની જામીન મુક્તિ
ગત તા. ૧૫-૪-૨૦૨૬ ના રોજ જામનગર એલસીબી શાખા પોલીસ દ્વારા હોસ્પિટલ ટાટા કંપનીના વર્કશોપ પાસે આવેલ રંગમતી રિવર ગેઈટ વિસ્તારમાંથી સફેદ કલરની મારુતી સ્વીફ્ટ મોટરકાર જીજે-૦૩-સીએ-૩૯૮૭ માં અંગ્રેજી શરાબની બોટલ નંગ ૭૨ સાથે વિવેક ઉર્ફે જયરાજસિંહ ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડી તેની સામે જામનગર પંચકોશી એ-ડીવીઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી.
આરોપી દ્વારા જામનગર સેશન્સ અદાલતમાં જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતાં જામનગર એડીશનલ સેશન્સ જજ આર. એમ. ક્રોસ્ટો દ્વારા આરોપી વિવેકને રૂ. ૨૫,૦૦૦ ના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ ધર્મેશ એચ. ગોંડલીયા, રવિરાજસિંહ કે. સોઢા તથા અનિતા રામનાણી રોકાયા હતા.