BREAKING NEWS

દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના પ્રોહીબિશનના ગુન્હામાં આરોપી ઝબ્બે

  • July 28, 2026 08:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના પ્રોહીબિશનના ગુન્હામાં આરોપી ઝબ્બે

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા અલગ-અલગ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અન્વયે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગ અને વર્કઆઉટમાં હતી.

તે દરમિયાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા અને પો.કોન્સ. મનહરસિંહ જાડેજાને સંયુક્તમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના પ્રોહીબિશનના છ જેટલા ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપી બાલુભાઇ નાથાભાઇ કોડીયાતર (ઉ.વ. ૨૧, ધંધો: માલધારી, રહે. મૂળ કંસારીયા નેશ, તા. ભાણવડ, હાલ રહે. ખોડીયાર નેશ, તા. રાણાવાવ, જી. પોરબંદર)ને ભાણવડ તાલુકાના રાણપર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ઝડપાયેલ આરોપી સામે ભાણવડ, દ્વારકા (બે ગુન્હા), મીઠાપુર, પોરબંદરના બગવદર તેમજ જામનગરના પંચ બી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હાઓ નોંધાયેલા છે. આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application