જામનગર: મેઘપરમાં પોલીસે આઈટી એક્ટના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો
જામનગર જિલ્લામાં નોંધાયેલા આઈ.ટી. એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મેઘપર-પડાણા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલે સ્ટાફને સૂચનાઓ આપી હતી.
દરમિયાન પીએસઆઈ એ.જી. જાડેજા, એએસઆઈ મહિપાલસિંહ એલ. જાડેજા તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧(૨) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી રંજન વિશ્વનાથ બેનજી (ઉંમર ૩૫), મૂળ પશ્ચિમ બંગાળને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હોવાનું પોલીસે જણાવ્યું છે.