BREAKING NEWS

જામનગર : કાલાવડમાં વ્યાજખોરી-જમીન પડાવવાના પ્રકરણમાં આરોપીઓ જેલહવાલે

  • October 06, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડમાં વ્યાજખોરી-જમીન પડાવવાના પ્રકરણમાં આરોપીઓ જેલહવાલે

​​​​​​​
જામનગર
કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી વ્યાજખોરી, ધાકધમકી તથા જમીન પડાવી લેવાના ચકચારી પ્રકરણમાં ટાઉન પોલીસે ચાર આરોપીઓને પકડી રીમાન્ડ પર લીધા હતા જેને જેલ હવાલે કરાયા છે.

કાલાવડ ટાઉન પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં અલ્પેશ દોંગા સાથે સંડોવાયેલા નિમેષ રામાણી અને બાબુ રામાણી, ધર્મેશ ઠેસીયા અને નાગજી નસીતની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. જે કાર્યવાહી પુર્ણ થતા જેલ હવાલે કરાયા છે.

કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અલ્પેશ દોંગા એન્ડ ટોળકી પર ખેડુતને ઓછા વ્યાજે લોન આપી વધુ રકમ વસુલી જમીનના દસ્તાવેજો કરાવી લઇને છેતરપીંડી કરવામાં આવી હતી. જે અંગે બે જુદી જુદી ફરીયાદ થઇ હતી જેના આધારે પીઆઇ જયસ્વાલ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરીને ઉપરોકત ચાર આરોપીને પકડી જ‚રી કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા હતા, આ બંને ટાઉન પોલીસની ફરીયાદમાં અન્ય આરોપી બાબતે તપાસ ચાલી રહી છે. એક ફરીયાદ કાલાવડ ગ્રામ્ય મથકમાં નોંધાઇ હતી દરમ્યાનમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આગામી દિવસોમાં કબ્જો લેવાશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application