BREAKING NEWS

જામનગર:ખીમરાણા ગામમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી જેલ હવાલે

  • May 29, 2026 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર:ખીમરાણા ગામમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી જેલ હવાલે

દારૂ ભરેલી કારનો પીછો કરી આંતરતા બોટલો લૂંટી ઝપાઝપી કરી હતી

અદાલતમાંથી જેલ તરફ જતો હતો ત્યારે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા

જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી દારૂની બોટલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસે રોકતા દેવરાજભાઈએ પોલીસ સાથે ઝપાઝપી કરી એએસઆઈ નિર્મળસિંહ જાડેજાને છાતીના ભાગે કોણી મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેઓએ અન્ય લોકોને મોબાઈલમાં વીડિયો ઉતારવા કહ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલ (રહે. ખીમરાણા) સામે સરકારી કામગીરીમાં અડચણ, હુમલો અને લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
​​​​​​​અત્યારે ઉલ્લેખનીય છે કે આરોપી દેવરાજ ગોહિલે પરમડીને રાત્રે ખીમરાણા ગામમાં ઇંગલિશ દારૂ સાથેની કારના અકસ્માત સમયે એક વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ટુકડી  આવી જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા આરોપી સામે ગુન્હો  નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી, ત્યાર બાદ તેણે ફરીથી નવો વીડિયો બનાવી ને પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે, અને અન્ય કોઈ વ્યક્તિ પણ આવી ભૂલ ના કરે તેવી વાત કહે તો બીજો વિડીયો બનાવ્યો હતો.દરમિયાન આરોપી દેવરાજ ગોહિલને કાલે પોલીસ દ્વારા જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને જેલમાં મોકલી દેવા હુકમ કર્યો છે. પોલીસ પાર્ટી અદાલતમાંથી તેને જેલ તરફ લઈ જઈ રહી હતી, ત્યારે તેણે ફરીથી સુત્રોચાર શરૂ કર્યા હતા, અને પોતે જીતેંગે, લડેંગે તેવા શબ્દો ના ઉચ્ચારણ કર્યા હતા. અને આખરે પોલીસ તેને જેલ તરફ લઈ ગઈ હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application