જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
જામનગરમાં ફેશબુક મારફત સંપર્ક કેળવીને એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી જરી કાર્યવાહી બાદ જેલહવાલે કર્યો હતો.
વિગત અનુસાર શહેરના સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે આરોપીએ ફેશબુક મારફતે સંપર્ક કેળવી મિત્રતા કર્યા બાદ આશરે દસેક દિવસ પહેલા તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ અંગે સીટી-બી ડીવીઝનમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા વિશાલ વિઠ્ઠલભાઇ ચૌહાણ નામના ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સીટી-બી પીઆઇ એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોવાણી તથા સ્ટાફ દ્વારા ફરીયાદના આધારે તપાસ લંબાવી હતી અને આરોપી વિશાલને ઝડપી લીધો હતો, જરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયો હતો. જયારે ભોગ બનનારની તબીબી ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application