BREAKING NEWS

જામનગર: એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન રિટેલ દ્વારા યુકેના અગ્રણી નેટવર્ક એસજીએન રિટેલનું અધિગ્રહણ

  • September 15, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન રિટેલ દ્વારા યુકેના અગ્રણી નેટવર્ક એસજીએન રિટેલનું અધિગ્રહણ

એસજીએન રીટેલના ૧૦૦ ટકા અધિગ્રહણ સાથે ૧૧૮ સાઇટ્સનો ઉમેરો થયો, જેનાથી ઇઇટી રીટેલ પાસે ૨૩૫ સાઇટ્સ અને વાર્ષિક ૬૫ કરોડ લીટર થ્રુપુટનું નેટવર્ક ઉભું થયું

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન ફ્યુઅલ્સ ના રિટેલ વિભાગ, ઇઇટી રિટેલ લિમિટેડ એ આજે ગ્રેહામ પીકોક અને સુસાન ટોબેલ દ્વારા સ્થાપિત યુકેના અગ્રણી સ્વતંત્ર ફોરકોર્ટ ઓપરેટર જૠગ રિટેલના ૧૦૦% અધિગ્રહણ માટેના કરારની જાહેરાત કરી છે, આ સોદાથી ઇઇટી રિટેલના પોર્ટફોલિયોમાં ૧૧૮ ઉચ્ચ ગુણવત્તાવાળા ફોરકોર્ટ સ્થળોનો ઉમેરો થાય છે. ઇઇટી રિટેલની ઝડપથી વિસ્તરી રહેલી હાલની ૧૧૭ સાઇટ્સ સાથે મળીને આ સોદો વાર્ષિક ૬૫૦ મિલિયન લિટરથી વધુ થ્રુપુટ સાથે ૨૩૫ ફ્યુઅલ ફોરકોર્ટ્સનું એક વિશાળ, રાષ્ટ્રવ્યાપી મોબિલિટી પ્લેટફોર્મ સ્થાપિત કરે છે.

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન યુકેમાં એવા મોડલ માટે પ્રતિબદ્ધ છે જે ઇંધણના ઉત્પાદનને ગ્રાહકો સુધી કાર્યક્ષમ અને વિશ્વસનીય રીતે પહોંચાડવા સાથે સાંકળે છે. છેલ્લા બે દાયકામાં યુકેનું બજાર ફ્યુઅલ રિટેલ અને ફ્યુઅલ ઉત્પાદન વચ્ચે વિભાજિત થઈ ગયું છે. કારણ કે મોટી ઓઇલ કંપનીઓએ તેમના સ્થાનિક રિફાઇનરી રોકાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આના પરિણામે એક જટિલ અને બિનકાર્યક્ષમ સપ્લાય ચેઇન ઊભી થઈ છે, જે ઘણીવાર આયાત અથવા જટિલ સ્થાનિક સપ્લાય ચેઇન પર નિર્ભર રહે છે. યુકેના ગ્રાહકોને કાર્યક્ષમ અને મજબૂત પુરવઠો પૂરો પાડવા માટે ઊઊઝ રિટેલ આ પરિસ્થિતિને પડકારવાનું લક્ષ્ય રાખે છે. આ સોદો યુકેનું બીજું સૌથી મોટું એવું ફોરકોર્ટ નેટવર્ક બનાવે છે જે સીધું ઇંધણ ઉત્પાદન સાથે (બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ) જોડાયેલું છે.

એસજીએન રિટેલનું અધિગ્રહણ ઇઇટી રિટેલના લાંબા ગાળાના રોડમેપ અને ૨૦૩૧ સુધીમાં ૮૦૦ ફોરકોર્ટ્સ (-૯% યુકે માર્કેટ શેર) સુધી સીધું સ્થાનિક ઇંધણ પૂરું પાડવાના વ્યૂહાત્મક ઉદ્દેશ્યને નોંધપાત્ર ગતિ આપશે. ઇઇટી રિટેલનું માનવું છે કે વસ્તી વિષયક વૃદ્ધિ, મલ્ટી-કાર પરિવારોમાં વધારો અને યુકેમાં ફોરકોર્ટ્સની ઘટી રહેલી સંખ્યાનું સંયોજન આ ક્ષેત્રમાં રોકાણ માટે આકર્ષક દ્રષ્ટિકોણ ઊભો કરે છે
સ્ટેનલો ખાતે રિફાઇન કરાયેલ ઇંધણને સીધું ઇઇટી રિટેલ ફોરકોર્ટ્સમાં મોકલવાથી સ્થાનિક પુરવઠાની સુરક્ષામાં વધારો થાય છે. જેથી યુકેમાં રિફાઇન થયેલું ઇંષણ યુકેના સ્થાનિક ગ્રાહકો સુધી વધુ કાર્યક્ષમ રીતે વિતરિત થઈ શકે વધુમાં ઇંધણ ઉત્પાદન અને વેચાણનું આ સંકલન ઇઇટી રિટેલને પંપ પર વાહનચાલકો માટે ખર્ચની બિનકાર્યક્ષમતા ઘટાડવામાં મદદ કરશે.

એક વિશાળ, વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ રિટેલ ફોરકોર્ટ પ્લેટફોર્મનું નિર્માણ એ અમારી લાંબા ગાળાની યુકે વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. એસજીએન રિટેલ એ યુકેના સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા ફોરકોર્ટ નેટવકર્સમાંનું એક છે જે બજારમાં અગ્રેસર છે. આ અધિગ્રહણ સીધા રિફાઇનરી સપ્લાયના પીઠબળ સાથે ૮૦૦ સાઇટ્સનું રાષ્ટ્રવ્યાપી, વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવાની અને યુકેના વાહનચાલકોને પંપ પર સ્પર્ધાત્મક ભાવ આપવાની અમારી યોજનાને વેગ આપે છે.

આ એક અનન્ય અને શ્રેષ્ઠ તક છે જે અમારી એમ એન્ડ એ (વિલીનીકરણ અને અધિગ્રહણ) વ્યૂહરચનાના મુખ્ય ભાગને આગળ ધપાવે છે. આ સોદાને ચાર ખંડોમાં વિસ્તરેલા ટોયના બેંકોના જૂથ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક બેંકો પ્રથમ વખત યુકે ફોરકોર્ટ ક્ષેત્રને ટેકો આપી રહી છે. આ બાબત અમારા બેકવર્ડ-ઇન્ટિગ્રેટેડ ગ્રોથ મોડલ તેમજ યુકેના ફ્યુઅલ અને કન્વિનિયન્સ બજારોમાં રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે.

આ ટ્રાન્ઝેકશન કંપની દ્વારા નિવેશ અને કર૫૦ મિલિયનની નવી સિનિયર ડેટ ફેસિલિટીના સંયોજન દ્વારા ફંડ કરવામાં આવશે. આ સુવિધા ફર્સ્ટ અબુ ધાબી બેંક, મેકક્વેરી બેંક, મિઝરાહી તેફાહોટ બેંક, નેટિક્સિસ, ઓકનાર્થ બેંક, રોયલ બેંક ઓફ કેનેડા, જખઇઈ બેંક ઇન્ટરનેશનલ અને સાઉન્ડ પોઇન્ટ કેપિટલ મેનેજમેન્ટ ધરાવતા બેંક જૂથ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સોદામાં આરબીસી કેપિટલ માર્કેટ્સે ઇઇટી ફ્યુઅલ્સ અને ઇઇટી રિટેલના નાણાકીય સલાહકાર તરીકે તથા હર્બર્ટ સ્મિથ ફ્રીહિલ્સ ક્રેમર અને વેઇટમેન્સે કાનૂની સલાહકાર તરીકે સેવા આપી હતી.

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશનનું વિઝન લો-કાર્બન ફ્યુઅલ્સનું અગ્રણી ઉત્પાદક બનવાનું અને ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં એક મોટું એનર્જી ટ્રાન્ઝિશન હબ સ્થાપિત કરવાનું છે. એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન પાસે ૨૦૩૫ સુધીમાં યુકેમાં લો-કાર્બન એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સની શ્રેણી વિકસાવવા માટે ૬૪.૩ બિલિયનનું રોકાણ પાઇપલાઇન છે. એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશનનો રોકાણ કાર્યક્રમ યુકેના લો-કાર્બન ટ્રાન્સફોર્મેશનને વેગ આપવામાં, સરકારની ડીકાર્બનાઇઝેશન નીતિને ટેકો આપવામાં અને નોર્થ-વેસ્ટના કેન્દ્રમાં ઉચ્ચ કુશળ રોજગારની તકો ઊભી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન રિટેલ એ એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન ફ્યુઅલ્સ (એસ્સાર ઓઇલ યુકે લિમિટેડ)નો રિટેલ વિભાગ છે, જે પ્રીમિયમ અને ગ્રાહક-કેન્દ્રી સેવા સ્ટેશનોનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવવા માટે સ્થાપિત થયેલ છે. એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન ફ્યુઅલ્સ ચેશાયરમાં સ્ટેનલો મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરે છે, જે યુકેના ટ્રાન્સપોર્ટ ફ્યુઅલના આશરે ૨૦% ઉત્પાદન કરે છે. ૨૦૧૬માં ગ્રેહામ પીકોક અને સુસાન ટોબેલ દ્વારા સ્થાપિત એસજીએન રિટેલ, અગ્રણી રિટેલ, કન્વિનિયન્સ અને ફૂડ-ટુ-ગો બ્રાન્ડ્સ સાથે મળીને દેશભરમાં ૧૧૮ વ્યૂહાત્મક રોડસાઇડ સ્થળોનું સંચાલન કરે છે.

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન ફ્યુઅલ્સના રિટેલ વિભાગ ઇઇટી રિટેલ દ્વારા યુકેના અગ્રણી સ્વતંત્ર ફોરકોર્ટ ઓપરેટર એસજીએન રિટલનું ૧૦૦% અધિગ્રહણ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સોદા અંતર્ગત એસજીએન રિટેલના ૧૧૮ પ્રીમિયમ લોકેશન્સ ઉમેરાતાં ઇઇટી રિટેલ પાસે હવે વાર્ષિક ૬૫ કરોડ લિટરથી વધુના થ્રુપુટ સાથે ૨૩૫ ફ્યુઅલ સ્ટેશનોનું દેશવ્યાપી નેટવર્ક ઊભું થયું છે, જેનાથી કંપની યુકેની બીજા ક્રમની સૌથી મોટી બેકવર્ડ-ઇન્ટિગ્રેટેડ ફોરકોર્ટ ઓપરેટર બની છે આ વ્યૂહાત્મક પગલા અંગે ઇઇટી રિટેલના સીઈઓ અરવાન રુઇયાએ જણાવ્યું હતું કે, એક વિશાળ અને વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ રિટલ ફોરકોર્ટ પ્લેટફોર્મનું નિર્માણ એ અમારી લાંબા ગાળાની યુકે વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ અધિગ્રહણ સીધા રિફાઇનરી સપ્લાયના પીઠબળ સાથે ૮૦૦ સાઇટ્સનું દેશવ્યાપી પ્લેટફોર્મ બનાવવાની અને યુકેના વાહનચાલકોને પંપ પર સ્પર્ધાત્મક ભાવ ઉપલબ્ધ કરાવવાની અમારી યોજનાને વેગ આપે છે.

આ અધિગ્રહણ યુકેમાં આયાત-આધારિત જટિલ સપ્લાય ચેઇનને બદલે સીધા રિફાઇનરી-ટુ-પંપ મોડલની સ્થાપના કરે છે. જેમાં એસ્સારની સ્ટેનલો રિફાઇનરી દ્વારા સીધો પુરવઠો પૂરો પાડી દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવશે આ સમગ્ર સોદા માટેનું ભંડોળ કંપનીના આંતરિક નિવેશ તથા વૈશ્વિક અગ્રણી બેંકોના જૂથ દ્વારા પૂરી પાડવામાં આવેલી :૨૫૦ મિલિયનની નવી સિનિયર ડેટ ફેસિલિટી દ્વારા મેળવવામાં આવ્યું છે. ૨૦૩૧ સુધીમાં ૮૦૦ સાઇટ્સ (-૯% માર્કેટ શેર) સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે, ઇઇટી રિટેલ પોતાના વિસ્તૃત નેટવર્ક પર ઇંધણ ઉપરાંત હોટ ફૂડ, કન્વિનિયન્સ સ્ટોર્સ, વેલેટિંગ અને ઈવી યાર્જિંગ જેવી આધુનિક સેવાઓનો વ્યાપ પણ વધારશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application