BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા પંથકમાં બે માછીમારો સામે કાર્યવાહી

  • October 15, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા પંથકમાં બે માછીમારો સામે કાર્યવાહી

ઓખા નજીકના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા ઈમરાન જુસબભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના માછીમાર યુવાને પોતાના કબજા ભોગવટા વાળી બોટમાં ફિશિંગ માટે રિટર્ન ઓપરેશન સેન્ટર બેટ દ્વારકા હોવા છતાં અન્ય ઓપરેશન સેન્ટર ઓખાના ડાલડા બંદર ખાતે જઈ, મંજૂરી વગર પરત આવતા પોલીસે તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
​​​​​​​
દ્વારકા પોલીસની કાર્યવાહીમાં રૂપેણબંદર વિસ્તારમાં રહેતા રાસીદ ગફુર પટેલિયા નામના ૨૫ વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશિંગ બોટની અંદર લાઈટ ફિશિંગના સાધનો લઈ, દરિયામાં લાઈટ ફિશિંગ કરી પરત આવતા ઝડપી લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application