દ્વારકા જગતમંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીની નિમણુંક
દ્વારકા જગતમંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીની નિમણુંક
September 21, 2026 01:19 PM
દ્વારકા જગતમંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીની નિમણુંક
વાવ-થરાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે હિમાંશુ ચૌહાણ નિમાયા
દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની વાવ-થરાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા તા. ૧૬ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચનાના અનુસંધાને તેમની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકના પગલે હિમાંશુ ચૌહાણને તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ કચેરી સમય દરમિયાન દ્વારકા જગત મંદિરના વહીવટદાર પદેથી ફરજમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમના ફરજમુક્ત થયા બાદ વહીવટદારનું પદ ખાલી થશે. આ ખાલી પડનારી જગ્યાનો વધારાનો હવાલો દ્વારકાના પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીને સોંપવામાં આવશે. તેઓ વહીવટદારની જવાબદારી સંભાળી મંદિરના વહીવટી કાર્યો આગળ ધપાવશે.