BREAKING NEWS

આઈ.ટી.આઈ. જામનગર ખાતે મિકેનિકલ - ઓટોમોબાઈલ ગૃપના વિવિધ ટ્રેડ માટે પ્રવેશ પ્રક્રિયા ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી લંબાવાઈ

  • September 17, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈ.ટી.આઈ. જામનગર ખાતે મિકેનિકલ - ઓટોમોબાઈલ ગૃપના વિવિધ ટ્રેડ માટે પ્રવેશ પ્રક્રિયા ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી લંબાવાઈ

જામનગર તા.૧૭, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે વિવિધ વ્યવસાયિક ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ચોથા તબક્કાની પ્રવેશ કામગીરી પૂર્ણ થયા બાદ, આઈ.ટી.આઈ. – જામનગરમાં મિકેનિકલ - ઓટોમોબાઈલ ગ્રૂપના વિવિધ ટ્રેડ જેવા કે મશીનિસ્ટ, ડ્રાફ્ટમેન મિકેનિકલ, ટર્નર, MTTW વગેરેમાં ખાલી રહેલ જુજ બેઠકો ભરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને તા. ૨૨/૦૯/૨૦૨૬ કરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે 'વહેલા તે પહેલા' ના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ ઉમેદવારોના યોગ્ય માર્ગદર્શન અને સુવિધા માટે આઈ.ટી.આઈ. - જામનગર સંસ્થા ખાતે ખાસ વિનામૂલ્યે હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ હેલ્પ સેન્ટર ખાતેથી ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ઓનલાઈન ફોર્મ પણ વિનામૂલ્યે ભરી આપવામાં આવી રહ્યા છે. આથી પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ. - જામનગરનો રૂબરૂ સંપર્ક કરીને આ સુવિધાનો સીધો લાભ મેળવી શકશે.

વર્તમાન ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ ટેકનિકલ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન દ્વારા આત્મનિર્ભર બનવા તેમજ ઉજ્જવળ રોજગારીની તકો મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. હજુ સુધી પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ લાયક ઉમેદવારોએ સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે એટલે કે તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના આચાર્યશ્રી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application