જામનગર: સાધના કોલોની રોડ પર શરાબના ૫૨૮ ચપલા સાથે એક ઝડપાયો
જામનગર: સાધના કોલોની રોડ પર શરાબના ૫૨૮ ચપલા સાથે એક ઝડપાયો
September 03, 2026 12:00 PM
જામનગર: સાધના કોલોની રોડ પર શરાબના ૫૨૮ ચપલા સાથે એક ઝડપાયો
એલસીબીના દરોડામાં દારૂ, રીક્ષા મળી ૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યુ
જામનગર શહેરના સાધના કોલોની રોડ પર એલસીબીની ટુકડીએ રીક્ષાને આંતરીને તલાશી લેતા તેમાથી શરાબના ૫૨૮ ચપલા મળી આવ્યા હતા, આથી એક શખ્સની ધરપકડ કરી કુલ ૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો તપાસ દરમ્યાન સપ્લાયરનું નામ ખુલ્યુ હતું જેની શોધખોળ આદરી છે.
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા દારૂ, જુગારના કેશો શોધી કાઢવા એલસીબીને સુચના કરતા પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ ભાટીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબી સ્ટાફના રૂષીરાજસિંહ, દિલીપભાઇ, મયુદીનભાઇને ખાનગી રાહે બાતમી મળેેલ કે શહેરના સાધના કોલોની પહેલા ઢાળીયા પાસેના રોડ પર શંકરટેકરી નવી નિશાળ ટાંકા પાસે રહેતા રીક્ષા ડ્રાઇવર સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૯) વાળો બજાજ મેકસીમાં ઓટો રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૮૫૫૫માં વિદેશી દારૂ લઇને નીકળ્યો છે.
જેના આધારે તપાસ કરીને સહદેવસિંહ જાડેજાને પકડીને વિદેશી દારૂના ૫૨૮ ચપલા કિ. ૫૨૮૦૦ તથા એક મોબાઇલ અને ૮૦ હજારની રીક્ષા મળી ૧.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો સપ્લાય કરનાર યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. આશીર્વાદ સોસાયટી કિર્તી પાનવાળી ગલી જામનગરવાળાને પકડવાની કાર્યવાહી લંબાવવામાં આવી હતી.