રાજકોટ રેલવે ડિવિઝનમાં પીવાના પાણીની ગુણવત્તા ચકાસણીના તમામ પરિણામો સો ટકા સંતોષકારક
રાજકોટ રેલવે ડિવિઝનમાં પીવાના પાણીની ગુણવત્તા ચકાસણીના તમામ પરિણામો સો ટકા સંતોષકારક
October 30, 2026 10:50 AM
રાજકોટ રેલવે ડિવિઝનમાં પીવાના પાણીની ગુણવત્તા ચકાસણીના તમામ પરિણામો સો ટકા સંતોષકારક
૨૧ થી ૨૮ ઑક્ટોબર દરમિયાન રેસિડ્યુઅલ ક્લોરિનના ૧૯૯ અને જીવાણુ સંબંધિત ૫૦ નમૂનાઓની ચકાસણી; તમામ નિર્ધારિત ધોરણોને અનુરૂપ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સલામત પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશ્યથી રેલવે સ્ટેશનો તથા અન્ય રેલવે પરિસરોમાં પીવાના પાણીનું નિયમિત નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ૨૧ થી ૨૮ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ડિવિઝનના તબીબી વિભાગ દ્વારા પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કુલ ૨૪૯ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આમાં રેસિડ્યુઅલ ક્લોરિન (Residual Chlorine) ના ૧૯૯ અને જીવાણુ સંબંધિત ગુણવત્તા (Bacteriological Quality) ના ૫૦ નમૂનાઓ સામેલ હતા. તમામ નમૂનાઓના પરિણામો નિર્ધારિત ધોરણો અનુસાર અને સંપૂર્ણપણે સંતોષકારક જણાયા છે, જે બંને શ્રેણીઓમાં ૧૦૦% સફળતા દર્શાવે છે.
આ નિયમિત વૈજ્ઞાનિક પરીક્ષણોનો મુખ્ય ઉદ્દેશ્ય પીવાના પાણીની ગુણવત્તામાં કોઈ પણ સંભવિત ખામીની સમયસર ઓળખ કરવી તથા રેલવે પરિસરોમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જાળવી રાખવાનો છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોના સ્વાસ્થ્ય, સલામતી અને તેમને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ છે. મુસાફરોને બહેતર અને સલામત સુવિધાઓ પૂરી પાડવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારનું સતત નિરીક્ષણ ચાલુ રહેશે.