BREAKING NEWS

જામનગર: મોખાણા-ખીમલીયા વાડીમાંથી ૧.૨૩ લાખનો કેબલ ચોરાયો

  • August 24, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોખાણા-ખીમલીયા વાડીમાંથી ૧.૨૩ લાખનો કેબલ ચોરાયો

સિકકા કારાભુંગામાં વિજપોલમાંથી ૯૦૦ મીટર એલ્યુમીનીયમ તાર કાપી ગયા : અજાણ્યા શખ્સોનું કારસ્તાન

જામનગર નજીક મોખાણા અને ખીમલીયા સીમમાં આવેલી વાડીની ઓરડીમાં રાખેલો કુલ ૧૨૦૦ ફુટ કેબલ વાયર અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા જયારે સિકકા કારાભુંગા પાવર હાઉસ પ્રાથમિક શાળા પાસે વિજ પોલમાં લગાવેલ ૯૦૦ મીટર એલ્યુમીનીયમનો તાર અજાણ્યા શખ્સો કાપીને ચોરી કરી ગયા છે બંને ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જામનગર તાબેના જુના મોખાણા ગામમાં રહેતા મુન્ના ઉર્ફે દેવાભાઇ જેન્તીભાઇ પારેજીયાએ અજાણ્યાા શખ્સો સામે કેબલ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.

ગત તા. ૧૭ રાત્રીના સુમારે મોખાણા તથા ખીમલીયા સીમમાં ફરીયાદી તથા સાહેદોની વાડીએ ઇલે. મોટર ફીટ કરેલ હોય અને ઓરડીમાં કેબલ વાયર રાખેલ હોય દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ વાડીમાં પ્રવેશ કરી ઓરડીના તાળા તોડી ૬ એમએમનો કેબલ ૪૯૫ ફુટ, કિ. ૫૪૫૦૦ તથા ૪ એમએમનો ૭૦૫ ફુટ કેબલ કિ. ૬૮૮૦૦ મળી કુલ ૧૨૦૦ ફુટ કેબલ વાયર જેની કિ. ૧૨૩૨૫૦ નો મુદામાલ ચોરી કરીને નાશી ગયા હતા, ફરીયાદ દાખલ કરવામાં આવતા પંચ-બી પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય ચોરીના બનાવમાં સિકકા પીજીવીસીએલના ડે. એન્જીનીયર અમિત રમેશભાઇ પરમાર દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુઘ્ધ એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૨૧ના સિકકા કારાભુંગા પાવર હાઉસ પ્રા. શાળા પાસે જાહેરમાં લગાવેલ ઇલેકટ્રીક પોલના એલ્યુમીનીયમ તાર આશરે ૯૦૦ મીટર કિ. ૩૫ હજારની અજાણ્યા શખ્સો કાપીને ચોરી કરી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application