BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ પર ડોલ્ફિનનો અદ્દભૂત નજારો

  • May 27, 2026 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ પર ડોલ્ફિનનો અદ્દભૂત નજારો

પ્રવાસીઓ માટે બન્યો યાદગાર ક્ષણો: બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ બીચના દરિયામાં ડોલ્ફિનના ટોળાએ કૂદકા મારી સર્જ્યો રોમાંચ, સોશિયલ મીડિયામાં વિડિઓ થયો વાયરલ

દ્વારકાના પ્રખ્યાત અને બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર દરિયાઈ જીવસૃષ્ટિનું મનમોહક દ્રશ્ય જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ છવાયો હતો. બીચ નજીકના દરિયામાં ડોલ્ફિનના ટોળાએ અચાનક દેખા દેતાં સહેલાણીઓ આનંદિત બની ગયા હતા. દરિયામાં મસ્તીભેર તરતી અને કૂદકા મારતી ડોલ્ફિનના અદ્ભુત દ્રશ્યો પ્રવાસીઓએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાં ડોલ્ફિનનું આવાગમન વધ્યું છે, જે દરિયાઈ પર્યાવરણ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે. શિવરાજપુર બીચ પર પરિવાર સાથે ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ ક્ષણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઘણા પ્રવાસીઓ ડોલ્ફિનના રમૂજી દ્રશ્યો જોઈ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઓખાના દરિયામાં પણ ડોલ્ફિનનું ટોળું જોવા મળ્યું હતું, જ્યાં દરિયામાં ઊંચા કૂદકા મારતી ડોલ્ફિનના વિડિઓ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. હવે શિવરાજપુર બીચ પરથી સામે આવેલા આ દ્રશ્યો ફરી એકવાર લોકોમાં કુતૂહલ અને આકર્ષણ જગાવી રહ્યા છે.

પ્રવાસન માટે પ્રખ્યાત દ્વારકાના દરિયાકાંઠે ડોલ્ફિનની હાજરીથી કુદરતી સૌંદર્યમાં વધુ વધારો થયો હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં ડોલ્ફિનના રમૂજી વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News