જામનગર: જામજોધપુરના જામવાડીમાં દિવ્યાંગ યુવક સાથે સૃષ્ટી વિરૂઘ્ધનું કૃત્ય
જામનગર: જામજોધપુરના જામવાડીમાં દિવ્યાંગ યુવક સાથે સૃષ્ટી વિરૂઘ્ધનું કૃત્ય
October 30, 2026 01:39 PM
જામનગર: જામજોધપુરના જામવાડીમાં દિવ્યાંગ યુવક સાથે સૃષ્ટી વિરૂઘ્ધનું કૃત્ય
યુવકને બળજબરીથી પડતર મકાનમાં લઇ જઇ કુકર્મ આચરી ધમકી દીધાનો આક્ષેપ : એક શખ્સ સામે ફરીયાદથી ચકચાર
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં એક દિવ્યાંગ યુવક સાથે સૃષ્ટી વિરૂઘ્ધનું કૃત્ય આચરીને ધમકી દીધાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, ગામમાં રહેતા એક શખ્સે યુવાનને બળજબરીથી ખેંચીને પડતર મકાનમાં લઇ જઇ દુષ્કૃત્ય કર્યુ હતું, ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ લંબાવી છે.
જામજોધપુરના જામવાડી ગામના વતની અને હાલ રાજકોટ સાધુ વાસવાણી રોડ ખાતે રહેતા ખેતી કરતા વૃઘ્ધના ૨૮ વર્ષના પુત્ર જે વિકલાંગ હોય ગત તા. ૨૯ના સમય દરમ્યાન ગામમાં આવેલ મંદિરે આરતી કરવા માટે ગયા હતા ત્યારે દિવ્યાંગ યુવાનનો આરોપીએ બળજબરીથી હાથ પકડી ખેંચીને લઇ જઇ મંદિરના દેરા પાસે પડતર છતવાળા મકાનમાં અટકાયતમાં રાખ્યો હતો. દરમ્યાન દિવ્યાંગ યુવાનને ઝાપટ મારી તેની સાથે સૃષ્ટી વિરુઘ્ધનું કૃત્ય કર્યુ હતું અને આ વાત કોઇને કહીશ તો ઘ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી, દરમ્યાન ભોગ બનનાર યુવાને આ અંગે તેના ઘરમાં વાત કરી હતી જેથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો. ભોગ બનનાર દિવ્યાંગ યુવાનના પિતા દ્વારા ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જામવાડી ગામમાં રહેતા કા અરજણ સગારકા નામના શખ્સ વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૧૫(૨), ૧૨૭(૨), ૩૫૧(૩) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ આર.એ. વાઘ તપાસ ચલાવી રહયા છે. આ બનાવ સામે આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે.