BREAKING NEWS

ભાણવડ: બરડા અભયારણ્યમાં જંગલ સફારીનો રોમાંચક પ્રારંભ

  • October 12, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ: બરડા અભયારણ્યમાં જંગલ સફારીનો રોમાંચક પ્રારંભ

સિંહ દર્શન સાથે પ્રવાસીઓ માણશે કુદરતી સૌંદર્ય

સિંહપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે પોરબંદર નજીક આવેલા બરડા અભયારણ્યમાં બરડા જંગલ સફારીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સફારી પુન: શરૂ થતાં જ કપૂરડી ચેકપોસ્ટ પરથી પ્રવાસીઓ માટે વિશેષ જીપ સફારી કાર્યરત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ ૨ જીપ બુક થતાં પ્રવાસીઓએ જંગલના સાનિધ્યમાં રોમાંચક સફરનો આહલાદક અનુભવ માણ્યો હતો.
​​​​​​​
આ જંગલ સફારીનું સૌથી મોટું આકર્ષણ એશિયાટીક સિંહના પ્રત્યક્ષ દર્શન છે. સિંહ દર્શન ઉપરાંત હરિયાળા ડુંગરો, ખળખળ વહેતા ઝરણાં, શાંત તળાવો, મગર અને રંગબેરંગી પક્ષીઓનો કલરવ પણ પ્રવાસીઓનું મન મોહી લે છે. પ્રવાસીઓને સુરક્ષિત અને માહિતીસભર સફર કરાવવા માટે હાલ ૪ જીપ અને ૪ અનુભવી ગાઇડની ફાળવણી કરવામાં આવી છે, તેમજ સફારીપ્રેમીઓ માટે સવાર અને બપોર પછીના બે અલગ સ્લોટ નક્કી કરાયા છે.
​​​​​​​
ગત તારીખ ૩/૧૦/૨૦૨૫ થી ૨૨/૬/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન કુલ ૬૩૭ સફારીમાં ૩૫૬૦ પ્રવાસીઓએ બરડા ડુંગરના પ્રાકૃતિક દ્રશ્યો નિહાળી અદ્ભુત અનુભૂતિ કરી હતી. જેમાં ૧૯ જેટલા વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા અને ગત ઓક્ટોબર માસમાં પ્રવાસીઓને એકસાથે ૧૧ સિંહના દર્શન થયા હતા. બરડા જંગલ સફારી માટે પ્રવાસીઓ સ્થળ પર જઈને બુકિંગ કરાવી શકે છે અથવા અગાઉથી બુકિંગ કરાવવા માટે મોબાઈલ નંબર ૯૨૨૭૧૮૬૬૪૬ પર સંપર્ક કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application