BREAKING NEWS

ઔદ્યોગીક તાલીમ સંસ્થા, જામખંભાળિયા ખાતે તા.૨૩ ઓક્ટોબરના રોજ ઔધોગિક ભરતીમેળો યોજાશે

  • October 22, 2026 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગીક તાલીમ સંસ્થા, જામખંભાળિયા ખાતે તા.૨૩ ઓક્ટોબરના રોજ ઔધોગિક ભરતીમેળો યોજાશે            
​​​​​​​

 જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૨૩-૧૦-૨૦૨૬ના  સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે. 

જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આઈ.ટી.આઈ. ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને કોઈપણ ગ્રેજ્યુએટ  ૫૫% સાથે જેવી લાયકાતો ધરાવતા ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન, મોટર ટેકનિશિયન, સેલ્સ/ રિલેશનશિપ મેનેજર જેવી  જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application