આ લે લે... જામ્યુકોમાં કમિશ્ર્નર કાર્યાલય પાસે પાણીની રેલમછેલથી ભારે દોડધામ
આ લે લે... જામ્યુકોમાં કમિશ્ર્નર કાર્યાલય પાસે પાણીની રેલમછેલથી ભારે દોડધામ
October 16, 2026 04:53 PM
આ લે લે... જામ્યુકોમાં કમિશ્ર્નર કાર્યાલય પાસે પાણીની રેલમછેલથી ભારે દોડધામ
ભારે કરી: શૌચાલયમાં પાણીનો વાલ્વ તૂટતા વોટર વર્કસ, લીગલ વિભાગના જાહેર માહીતી અધિકારીની ઓફીસમાં પાણી ઘૂસી ગયા
જામનગરમાં છાશવારે જુદા-જુદા વિસ્તારોમાં મનપાની પાણીની લાઇન કોઇને કોઇ કારણોસર તૂટતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ચાલુ વર્ષે ખૂબજ અપૂરતા વરસાદથી પાણીની તંગીના એંધાણ અત્યારથી શ થયા છે. આ સ્થિતિમાં જામનગર મહાનગરપાલીકામાં બીજા માળે કમિશ્ર્નર કાર્યાલય પાસે આવેલા શૌચાલયનો વાલ્વ આજે સવારે અચાનક તૂટયો હતો. આથી કમિશ્ર્નર કાર્યાલય પાસે આવેલી લોબીમાં પાણીના તલાવડા ભરાતા પાણીનો નિકાલ કરવા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આટલું જ નહીં વોટર વર્કસ અને લીગલ વિભાગના જાહેર માહીતી અધિકારીની ઓફીસમાં પાણી ઘૂસી ગયા હતાં. લોબીમાં પાણી ભરાતા અરજદારોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી હતી. શૌચાલયનો વાલ્વ તૂટતા પાણીનો વેડફાટ થયો હતો. તૂટેલો વાલ્વ રીપેર કરવા અને ઓફીસ અને લોબીમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા સફાઇ કર્મચારીઓ રીતસર ધંધે લાગ્યા હતાં.