BREAKING NEWS

જામનગર શહેરમાં ૩૦૦થી વધુ પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્ર

  • October 13, 2026 01:05 PM 

જામનગર શહેરમાં ૩૦૦થી વધુ પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્ર

કુમકુમના પગલાં પડયા.., ઘોર અંધારી રે.., સોનલ ગરબો શીરે અંબે માં..

પરંપરા: શહેરમાં ૩૦૦થી વધુ પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્ર, ૨૦ થી વધુ સ્થળોએ અર્વાચીન રાસોત્સવની જમાવટ, ભાવિકો માં આધશકિતની ભકિતમાં લીન 

ભકતો દ્વારા ઉપવાસ, એકટાણા સહીતના વ્રત અને અનુષ્ઠાન કરી માતાજીની આરાધના: પૌરાણીક ગરબી આર્કષણનું કેન્દ્વ, અર્બન રાસોત્સવમાં અવનવા સ્ટેપ્સ-સ્ટાઇલની ધૂમ

છોટીકાશી જામનગરમાં માં આધશકિતના ભકિતના પર્વ નવરાત્રીનો રંગેચંગે ભાવભેર પ્રારંભ થયો છે.ભકતો દ્વારા ઉપવાસ, એકટાણા સહીતના વ્રત અને અનુષ્ઠાન  કરી માતાજીની આરાધનામાં લીન બન્યા છે. શહેરમાં ૩૦૦ થી વધુ પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્વ બની છે તો ૨૦ થી વધુ સ્થળોએ અર્વાચીન રાસોત્સવની જમાવટ થશે. નવલા નોરતા શરૂ થતાં પૌરાણીક ગરબી આકર્ષણનું કેન્દ્વ બની છે તો અર્બન રાસોત્સવમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ્સ અને સ્ટાઇલથી ધૂમ મચાવી રહ્યા છે. 

જામનગરમાં નવલા નોરતાનો રવિવારે શ્રઘ્ધા અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. માં આધશકિતની ભકિતના પર્વ નવરાત્રીમાં શહેરમાં માતાજીના મંદીરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આટલું જ નહીં ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. ભાવીકો દ્વારા નવરાત્રીના નવ દીવસ ઉપવાસ, એકટાણા સહીતા વ્રત કરી માતાજીની આરધના કરવામાં આવશે. નવરાત્રી એટલે રાસ-ગરબાનો ઉત્સવ. શહેરમાં ૩૦૦થી વધુ પ્રાચીન ગરબી તો ૨૦ થી વધુ સ્થળોએ અર્વાચીત રાસોત્સવનું આયોજન કરાયું છે. સંચાલકો દ્વારા પ્રાચીન ગરબીના સ્થળોએ આકર્ષક મંડપ, લાઇટ ડેકોરેશન  કરવામાં આવ્યું છે. શહેરમાં શાસ્ત્રીય સંગીત અને તબલા, હાર્મોનીયમ સહીતના વાધો પર થતી ગરબીનું આર્કષણ અકબંધ રહ્યું છે. શહેરના પંચેશ્ર્વર ટાવર, હવાઇચોક, પટેલકોલોની, ચાંદીબજાર સહીતના સ્થળો પર થતી પ્રાચીન ગરબી નિહાળવા પહેલા નોરતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. પ્રાચીન ગરબીઓમાં પણ નવા-નવા રાસ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતાં. 

બીજી બાજુ શહેરમાં ૨૦ થી વધુ સ્થળોએ અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ રાસ-ગરબાની મનભરીને મોજ માણશે. અર્બન ગરબીઓમાં ખેલૈયાઓ અને દર્શકોની ભીડ જોવા મળી હતી. 

શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થતાં ઉત્સવની સાથે અનેરો ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના કારણે બજારોમાં પણ ખરીદીમાં તેજી જોવા મળી છે. આથી વેપારીઓમાં પણ આનંદની લાગણી ફેલાઇ છે. શહેરમાં અનેક સ્થળોએ પૌરાણીક ગરબીઓમાં નાની અને મોટી બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરધના કરી રહી છે. આ પ્રાચીન ગરબી નિહાળવી ખરેખર એક લ્હાવો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application