દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન
જામખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણની આંગણવાડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી.જોષીના અધ્યક્ષસ્થાને "આંગણ મિલન સેવા" કાર્યક્રમ યોજાયો
"અમારી આંગણવાડી અમારી જવાબદારી" મંત્ર સાથે યોજાયેલ કાર્યક્રમમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોને પ્રોત્સાહિત કરાયા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં “સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આજરોજ તા 'આંગણ મિલન સેવા' કાર્યક્રમમાં "અમારી આંગણવાડી અમારી જવાબદારી" ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ જામખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણ ગામની આંગણવાડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન પી.જોષીના અધ્યક્ષસ્થાને "આંગણ મિલ સેવા" કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરને તેમની કામગીરી માટે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ બાળકો ફળ અને સુખડી જમાડવામાં આવ્યા હતા અને કિશોરીઓ અને સગર્ભા અને ધાત્રી માતાઓને ટી.એચ.આર.ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુપોષણમાંથી બહાર આવેલા બાળકોને પોષણ ચેમ્પિયન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરને તેમની કામગીરી માટે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ બાળકો ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુપોષણમાંથી બહાર આવેલા બાળકોને પોષણ ચેમ્પિયન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઈનચાર્જ પ્રોગ્રામ ઓફિસર ચંદ્રેશકુમાર ભાંભી, બાળ વિકાસ યોજના અધિકારીઓ, સરપંચ, આઈ.સી.ડી.એસ શાખા અધિકારીઓ, કર્મચારીઓ,સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકો જોડાયા હતાં.