BREAKING NEWS

જામનગર એરપોર્ટના નવા ડાયરેક્ટર તરીકે અનિલ શિંદે

  • September 23, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એરપોર્ટના નવા ડાયરેક્ટર તરીકે અનિલ શિંદે


જામનગર એરપોર્ટના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ડી. કે. સિંગની રાજકોટ એરપોર્ટ ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને અનિલ શિંદેની જામનગર એરપોર્ટના નવા ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જામનગર એરપોર્ટના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયેલા અનિલ શિંદે અગાઉ મહારાષ્ટ્રના કોલ્હાપુર એરપોર્ટ ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વહીવટી ફેરબદલીના ભાગરૂપે હવે તેમને જામનગર એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી તરફ, જામનગર એરપોર્ટના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડી. કે. સિંગની રાજકોટ એરપોર્ટ ખાતે બદલી થતાં તેઓ હવે રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર તરીકેનો પદભાર સંભાળશે. એરપોર્ટના વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફાર બાદ નવા ડાયરેક્ટર અનિલ શિંદે ટૂંક સમયમાં જામનગર એરપોર્ટની જવાબદારી સંભાળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application